ભરૂચ,
અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ઉકાઈ
જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતાં જાહેરમાર્ગ પર પાણી ફરી વળતા સામગ્ર વિસ્તાર પાણી માં ગરકાવ થયો હતો.
અંકલેશ્વર શહેરમાં ભર શિયાળામાં ચોમાસા વિના જ ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતાં નાગરિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.ગડખોલ પાટિયા નજીક ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતાં જાહેરમાર્ગ પર પાણી ફરી વળ્યું હતું.જેના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.ખાસ કરીને આયાપા મંદિર નજીક કેનાલ છલકાતાં રસ્તા ઉપર બંને બાજુ પાણી ભરાઈ ગયું હતું.રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી.દ્વિચક્રી વાહનચાલકો માટે પસાર થવું મુશ્કેલ બની ગયું હતું.જ્યારે ચારચક્રી વાહનોને પણ ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી હતી.અચાનક પાણી ફરી વળતાં કેટલાંક વાહનો પર અસર ઘટનાઓ પણ સામે આવી હતી.પરિણામે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોજિંદા કામકાજ માટે નીકળેલા નાગરિકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી.સ્થાનિક રહીશોએ લાંબા સમયથી કેનાલની યોગ્ય જાળવણી ન થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.સ્થાનિકોનું કહેવું છે કે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ માંથી વારંવાર પાણી છલકાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ચોમાસા પહેલા જ આવી સ્થિતિ સર્જાતા આવનારા વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા લાગી રહી છે.




