અંકલેશ્વરમાં ભાડાના મકાનમાં લેબ ઉભી કરી MD ડ્રગ્સ બનાવતા એકની ભરૂચ SOG એ અટકાયત કરી

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર GIDC સિદ્ધ કો.ઓ.હા.સોસાયટીમાં ભાડાના મકાનમાં રોસોડામાં લેબ ઉભી કરી MD ડ્રગ્સ બનાવતા એક ઈસમની ભરૂચ SOG પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો હોવાથી અહીં અનેક કેમિકલ સહીત ફાર્મા કંપનીઓ ધમધમી રહી છે અને ફાર્મા કંપનીઓ માંથી અગાઉ ડ્રગ્સ સહીત તેનું રો મટીરીલયસ સાથે અનેક ગુનેગારો ઝડપાઈ ચુક્યા છે જેને લઈને ભરૂચ જીલ્લો તેમજ અંકલેશ્વર ડ્રગ્સને લઈને વારંવાર ચર્ચામાં આવતું હોય છે.ત્યારે ગત રોજ ભરૂચ SOG એ મોટી કાર્યવાહી કરી હતી.જેમાં અંકલેશ્વર GIDC માં આવેલ સિદ્ધ કો.ઓ.હા સોસાયટીના બી બ્લોકના ૩૦૧ મકાનમાં ભાડે રહેતા અને ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે ફરજ બજાવતા અનિલ રાખોલીયાને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસને દરોડા દરમ્યાન મકાનના બાથરૂમમાં ડ્રગ્સ બનાવવામાં માટે ઉભી કરાયેલ લેબ મળી આવતા વધુ તપાસ હાથ ધરતા ત્યાંથી ૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ તેમજ રો મટીરીયલ મળી આવતા પોલીસે અનિલ રાખોલીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અનિલ રાખોલીયા કેટલા સમયથી ડ્રગ્સ બનાવતો હતો? ડ્રગ્સ બનાવી તેનો શું ઉપયોગ કરતો હતો? ક્યાં વેચાણ કરતો હતો? મટીરીયલ ક્યાંથી મેળવતો હતો? સહીતની વિવિધ દિશાઓમાં પોલીસે હાલ તપાસ હાથધરી છે અને આમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!