ભરૂચના હેમ મહેતાનો ઐતિહાસિક સિદ્ધિ તરફ આગેકૂચ

SHARE:

ભરૂચ,
ભરૂચના યુવા ખેલાડી હેમ પરેશ મહેતા દિલ્હી ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત 69મી લોન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયા હતા.આ સાથે તેઓ ભરૂચના એવા પ્રથમ ખેલાડી બન્યા છે જેમણે એક જ વર્ષમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ બંને રમતોમાં ભાગ લઈને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
<span;>હાલમાં હેમ લવ ઓલ ટેનિસ અકેડેમીમાં કોચ રાજતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે.તેમની પ્રગતિમાં સપોર્ટિંગ સ્ટાફ તરીકે રાહુલ પાટીલ તથા ફિટનેસ કોચ તરીકે આક્ષા પટાણવાડિયા અને આર્ચી ગોહિલનો મહત્વનો ફાળો રહ્યો છે.
હેમ મહેતાની આ સિદ્ધિ ભરૂચ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.આવનારા સમયમાં તેઓ વધુ ઉત્તમ પ્રદર્શન કરી રાજ્ય અને જિલ્લામાં નામના મેળવે તેવી હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!