કેવડીયા કોલોની ખાતે આદિવાસી પરંપરા મુજબ આયોજિત સમુહ લગ્નોત્સવમાં ચૈતર વસાવાના ઠુંમકા

SHARE:

– વરરાજાને ખભે ઊંચકી ચૈતર વસાવા નાચ્યાં : ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યા નવદંપતિઓને આશીર્વાદ આપ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

સમસ્ત તડવી પરિવાર, નર્મદા જિલ્લા દ્વારા કેવડીયા કોલોની ખાતે આદિવાસી પરંપરા મુજબ ચોથા સમુહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વરરાજાને ખભે ઊંચકી  ચૈતર વસાવા નાચ્યાં હતા.

ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામ નવદંપતિઓને સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા.ધારાસભ્ય ચૈતર વસાવાએ આ ખુશીના અવસર પર જણાવ્યું હતું કે સમાજમાં એકતા, સમાનતા અને ખોટા ખર્ચમાં બચત જેવા ઉમદા હેતુઓને ધ્યાનમાં રાખીને સમુહલગ્નોત્સવનું આયોજન કરવું એ પ્રશંસનીય પહેલ છે.આવા સામુહિક કાર્યક્રમો સમાજને સંગઠિત બનાવે છે.માટે આયોજન બદલ તમામ આયોજકઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!