– આદિવાસીઓ દેવમોગરામા શિવની નહિ પરંતુ શકિતની પૂજા કરે છે : ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોના લાખો શ્રધ્ધાળુઓ ઉમટયા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરેઆજથી પાંચ દિવસય મહાશિવરાત્રીનો મેળોનો પ્રારંભ થયો છે.જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોના લાખો શ્રધ્ધાળુઓ ઉમટયા છે.
એક માત્ર નેપાળી શૈલીના આ પ્રાચિન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે માહાશિવરાત્રીથી પાંચ દિવસ સુધી મેળો ભરાશે. આ મેળામાં આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન જોવા મળ્યા હતા.નર્મદાનો આદિવાસીઓનો આ સૌથી મોટો મેળો ગણાય છે.
સામાન્ય રીતે મહાશિવરાત્રીએ સમગ્ર દેશમાં શિવની પૂજા થાય છે.જયારે એક માત્ર દેવમોગરા ખાતે મહાશિવરાત્રીએ આદિવાસીઓ શકિતની પૂજા કરે છે.છતા આ મેળો મહાશિવરાત્રીમાં ભરાય છે.આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થળે આવીને વસ્યા હતા.નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલ છે.આ મેળામા પગપાળા સંઘ દ્વારા બળદગાડામા વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે.પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આ ગવી શૈલીના
અલંકારો સજીધજીને આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે.
અહી શ્રધ્ધાળુઓ પૂજાપામાં ધનધાન્ય મદીરા તેમજ પશુ પક્ષીઓ ચઢાવે છે,આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રધ્ધા પૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કરીનેધન્યતા અનુભવી હતી.દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારુ દેશી ચઢાવવાનો અનોખો રિવાજપણ છે.આદિંવાસીઓ બોટલમા પહેલી ધારનો દેશી દારુ પાંડોરી માતાને નૈવૈધતરીકે ધરાવ્યા હતા.ખેતીનો પહેલો પાક નવું ધાન્ય ચઢાવવાનો પણ રિવાજ આદિવાસીઓ ટોપલીમા ધાન્ય લઈને માતાજીને અર્પણ કર્યું હતું.ઉપરાંત બકરા મરધા જીવતા ૨મતા મૂકવાનો પણ રિવાજ છે અહીં પ્રસાદી તરીકે પહેલીધારનો દેશી દારૂ ચડાવવાનો પણ રિવાજ પ્રચાલિત છે.




