આરવ પટેલે ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીતી ભરૂચનું ગૌરવ વધાર્યું

SHARE:

(જ્યશીલ પટેલ, ઝઘડિયા)

મૂળ ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના અને હાલ ભરૂચ રહેતા ડોક્ટર ડેક્ષટર પટેલના પુત્ર આરવ ડેક્ષટર પટેલ, ભરૂચના સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને સેન્ટ ઝેવિયર્સ સ્કેટિંગ રિંકમાં તાલીમ લે છે,તેણે ઉન્નતિ સ્કેટિંગ રિંક વડોદરા ખાતે યોજાયેલ ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ૨ સિલ્વર મેડલ જીત્યા છે. તા. ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન, આ સ્પર્ધા બરોડા ડિસ્ટ્રિક્ટ સ્કેટિંગ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી.આરવે અબવ ૧૫ ક્વૉડ બોયઝ વિભાગ માં ૫૦૦ મીટર રિંક રેસ અને રોડ રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે . આરવ ને તેના કોચ ઓસ્કર જયંત અલફાન્સો એ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે અને તે ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ ભરૂચ તેમજ ભારત દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.આ અગાઉ આરવે, ૪૫ મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫, ૬ થી ૧૦ નવેમ્બર ૨૦૨૫, જીપીએસ સ્કુલ બોપલ, અમદાવાદ ખાતે પણ રોડ રેસમાં ૨ બ્રોન્ઝ મેડલ જીતી ભરૂચનું નામ રોશન કર્યુ હતુ.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!