(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર સી વસાવાનાઓએ પોલીસ સ્ટાફ ને આપેલ સુચના અન્વયે પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે નેત્રંગ-મોવી રોડ પર આવેલ કાંટીપાડા ગામ તરફથી એક કાળા કલરની મોટર સાયકલ નંબર GJ-16-CN-7709 નો ચાલક મોટર સાયકલ પર ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ ધોલેખામ તરફ આવી રહેલ હોય,જે બાતમી હકીકત મુજબ ધોલેખામ ગામના પાટીયા પાસે વોચ તપાસમાં ઉભા હતા.ત્યારે ઉપરોક્ત નંબરની મોટર સાયકલ આવતા તેની કોર્ડન કરી ચાલકને ઝડપી લઈ એક મીણીયાના કોથળામાં તપાસ કરતા ૧૮૦ એમ.એલના ઈંગ્લીશ દારૂના કોટરીયા નંગ ૪૧ જેની કિંમત રૂપિયા ૧૩,૩૨૫ ના મુદામાલ સાથે કિરણ ભકિતભાઈ વસાવા ઉ.વ.૧૯ (રહે.સરપંચ ફળીયું આંજોલી તા.નેત્રંગ) ની અટકાયત કરી તેની વિરૂધ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.




