નેત્રંગ નગર સહિત પંથક ભરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મંદિરોમાં ભાવિક ભક્તોની દર્શન માટે ભીડ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

૧૫ ફેબઆરીને રવિવાર સનાતનીઓનું સૌથી મોટો ધર્મ પર્વ મહાશિવરાત્રી. 

ધર્મ સંસ્થાઓ અને શિવભકતો દ્રારા દેશભરના શિવ મંદિરોમાં ખૂબ જ ભકિતપૂર્ણ વાતાવરણ વચ્ચે મહાશિવરાત્રીનું પર્વ ઉત્સાહભેર ઉજવામા આવી હતી.

જેને લઈને નેત્રંગ નગરમા પણ ગાંધીબજાર ખાતે આવેલ અમરેશ્વ મહાદેવ મંદિર, જીનબજાર ખાતે આવેલ કંકેશ્વરમહાદેવ મંદિર તેમજ નેત્રંગ રાજપારડી રોડ પર અમરાવતી નદી કિનારે બ્રિજની બાજુમા આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભકતજનો બાબા ભોલેનાથના દર્શન માટે ઉમટી પડયા હતા,નીજ મંદિરોમા ભજન કીર્તન સહિત ઓમ હવન થયા હતા રાત્રી દરમ્યાન ભજનની રમઝટ હતી.હાશિવરાત્રીના દિવસે કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બપોરના સમયે ફળાહાર ની વેવસ્થા પણ કરવામા આવી છે.તા.૧૬ ના રોજ મહાવદ અમાસ nimitte જીનબજાર ખાતે આવેલ કંકેશ્વર મહાદેવ મંદિર તેમજ કુંબેરેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદી સવારે ૧૧ કલાક થી શરૂ થશે.પંથકમાં આવેલ આંજોલી, જેસપોર, વિજયનગર, થવા, શણકોઇ, ચાસવડ, કળીયા ડુંગર વિગેરે મંદિરોમાં પણ મહાશિવરાત્રી પર્વ ની આજે ભવ્ય ઉજવણી ભકિતમય માહોલમાં થઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!