ઝઘડિયાની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓની શુભેચ્છા અને હોલ ટિકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

SHARE:

(જયશીલ પટેલ, ઝઘડિયા)
શ્રી નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ ઝઘડિયા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઝઘડીયાની શાળામાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ અને હોલ ટિકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ અત્રેની શાળામાં ૧૨ વર્ષ અભ્યાસ કર્યો તેમણે પોતાના અનુભવ રજૂ કર્યા અને ત્રણેય વિભાગના વર્ગ શિક્ષક, શિક્ષકો તથા પ્રાધાનાચાર્ય  તથા શાળા ટ્રસ્ટના મંત્રી મહેશભાઈ પુરોહિત,જયદેવસિંહ પ્રાકડા, જીતેન્દ્રસિંહ બોડાણા, પ્રવિણસિંહ, યોગીનાબેન, ઉષાબેન, દમયંતીબેન વિગેરે નાઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.ત્યાર બાદ શાળાના આચાર્ય સનુભાઈ દ્વારા સૌ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ભૂલ અને હોલ ટિકિટ વિતરણ કરી હતી.શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને કોઈપણ ડર વગર, ઉત્સાહિત મન થી બોર્ડની પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!