ભરૂચ જીઆઈડીસીની તુષાર ટ્રાન્સ એક્યુટમેન્ટમાં આગથી દોડધામ

SHARE:

ભરૂચ,ભરૂચ જીઆઈડીસીમાં આવેલ તુષાર તુષાર ટ્રાન્સ એક્યુટમેન્ટ પ્રા.લિ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચની ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા જ કંપનીમાંથી ઉંચી ઉંચી અગ્નિજ્વાળા અને ધુમાડાના ગોટેગોટા ઉઠતા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.જેના કારણે આસપાસના ઉદ્યોગોમાં પણ ચિંતા ફેલાઈ હતી.આગની જાણ થતાં જ નગર સેવા સદન તથા જીએનએફસીના કુલ પાંચ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.ઈન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!