જંબુસરના પઢિયાર પરમનો ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં પ્રવેશ મળતા સમાજમાં હર્ષની લાગણી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના સામોજના પઢિયાર પરમનો પ્રતિષ્ઠિત E&ICT Academy, IIT Roorkee અને Masai School દ્વારા સંયુક્ત રીતે આયોજિત Data Science & Artificia Intelligence Program માં પ્રવેશ થયો છે.

આ કાર્યક્રમ Indian Institute of Technology (IIT) Roorkee ની E&ICT Academy દ્વારા શરૂ કરવામાં આવેલ છે,જેનો હેતુ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ટેક ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો વચ્ચેનો અંતર દૂર કરવાનો છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રમાં આધુનિક જ્ઞાન અને પ્રાયોગિક કુશળતા પ્રાપ્ત કરવાની તક મળશે.

પઢિયાર પરમ આ કોર્સની શરૂઆત તારીખ 7 માર્ચ 2026 થી થશે.આ પ્રવેશ તેમની ટેક્નોલોજી ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

આ સિદ્ધિ બદલ પરિવારજનો અને મિત્રવર્તુળમાં આનંદની લાગણી છવાઈ છે.ભવિષ્યમાં તેઓ ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!