– રાણીપુરાના ગ્રામજનોના સહયોગથી વાઘોડિયાની પારૂલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે વડોદરા વાઘોડિયાની પારૂલ હોસ્પિટલ દ્વારા ગ્રામજનોના સહયોગથી મફત સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો હતો.રાણીપુરા શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલ આ નિદાન કેમ્પમાં નિષ્ણાંત આયુર્વેદિક તબીબો,રાણીપુરાના સરપંચ મીતાબેન વસાવા, ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ,તાલુકા પંચાયત સદસ્ય વિશાલભાઈ પટેલ,રાણીપુરાના અગ્રણી અને પત્રકાર જયશીલ પટેલ તેમજ ગામ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં સંધીવા, હરસ, ડાયાબિટીસ, સ્ત્રીઓના રોગ સહિત વિવિધ બિમારીઓ વાળા કુલ ૧૩૫ દર્દીઓને તપાસીને દવા આપવામાં આવી.વધુ સારવારની જરૂરવાળા દર્દીઓને કેમ્પના સ્થળથી હોસ્પિટલ સુધી લઈ જવા અને મુકવા માટે સંસ્થા દ્વારા મફત બસની સેવા પણ આપવામાં આવતી હોય છે.હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે મફત જમવાની સુવિધા આપવામાં આવે છે.ઉલ્લેખનીય છેકે વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીકના લીમડા ગામે આવેલ પારૂલ આયુર્વેદિક હોસ્પિટલમાં વિવિધ બિમારીઓવાળા દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે.




