28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ :નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વિજ્ઞાનિક સી વી રામન ભારતનું ગૌરવ

SHARE:

– ભૌતિકશાસ્ત્રી સી.વી.રમનને રમન પ્રભાવની શોધ માટે તેમને ૧૯૩૦માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વિજ્ઞાનિક સી વી રામનને તેમની મહાન શોધ રામન અસર ને કારણે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (નેશનલ સાયન્સ ડે) તરીકેપણ ઉજવાય છે.આ દિવસે 1928ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી.રમને રમન પ્રભાવની શોધ કરી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબૅલપારિતોષિક આપવામાં આવ્યું હતું.ડૉ.સી.વી. રામને રામન કિરણોની શોધ કરી હતી આ શોધ માટે વિજ્ઞાનજગત તેમણે ખાસ યાદ કરે છે.આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.દર વર્ષે ભારત સરકાર અવનવી થીમ્સ નક્કી કરીને આ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરે છે.

વર્ષ ૧૯૯૯ થી નેશનલ સાયન્સ ડે ની ઉજવણી થીમ આધારીત કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં “અવર ચેન્જીંગ અર્થ”, વર્ષ ૨૦૦૧માં ” વિજ્ઞાન શિક્ષણ માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ”, વર્ષ ૨૦૦૩માં ” ૫૦ વર્ષ ડીએનએ ના અને ૨૫ વર્ષ આઈ.વી.એફ ના – જીવનની રૂપરેખા”, વર્ષ ૨૦૦૯માં ” વિજ્ઞાનની વિકસતી ક્ષિતીજો”, વર્ષ ૨૦૧૫માં “રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાનનો ઉપયોગ” તથા વર્ષ ૨૦૧૮માં ” ઉજ્વળ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ”. જ્યારે ગયે વર્ષે 2025નું થીમ: “Empowering Indian Youth for Global Leadership in Science & Innovation for Viksit Bharat” (ગુજરાતીમાં: “વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવું”).હતું આ થીમ વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણ સાથે જોડાયેલી છે, જેમાં યુવાનોને વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.આ થીમની સત્તાવાર જાહેરાત ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા કરવામાં આવી હતી.જ્યારે આ વર્ષે 2026નું થીમ “Women in Science: Catalysing Viksit Bharat” (ગુજરાતીમાં: “વિજ્ઞાનમાં મહિલાઓ: વિકસિત ભારતને પ્રેરણા આપવી” અથવા “વિકસિત ભારતના ઉત્પ્રેરક તરીકે વિજ્ઞાનમાં મહિલાઓ”).આ થીમ મહિલાઓને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા આપવા પર કેન્દ્રિત છે,જેથી વિકસિત ભારતના લક્ષ્યને વેગ મળે. આ પણ સત્તાવાર રીતે જાહેર કરાયેલું છે.વિજ્ઞાનનો વારસો રામનના પિતાજી ચંદ્રશેખર પણ ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થયા હતા. આમ, બાળક વેંકટને નાનપણથી જ ભૌતિક વિજ્ઞાનનો વારસો મળ્યો હતો.એક પ્રતિભાશાળી વિજ્ઞાની આપણા દેશમાં થઇ ગયા. એમણે પોતાના જીવન દરમિયાન ૪૬૫ જેટલાં પ્રકાશનોથી આ જગતને આશ્ચર્યચકિત કરી દીધું.ધ્વનિ,પ્રકાશ, રંગ, ખનીજ, ફૂલોના રંગો જેવી બાબતોમાં એમનું મહામૂલું પ્રદાન છે. 

એમનું જન્મ સ્થળ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ, બ્રાહ્નણ પરિવારમાં ૭ નવેમ્બર, ૧૮૮૮ના રોજ સર સી.વી. રામનનો જન્મ થયો. નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ હોવાથી એમણે નકકી કર્યુ હતુ કે, જીવનનું લક્ષ્‍‍ય વિજ્ઞાનને જ બનાવીશ. પાઠ્યપુસ્‍તકોની સાથે-સાથે કોલેજ લાઈબ્રેરીમાં મોટા-મોટા ગ્રંથો વાંચતા હતા. તેઓ પોતાની એક પણ ક્ષણ વ્‍યર્થ જવા દેવા નહોતા માંગતા. પરીક્ષા પાસ કરવી તેમને માટે ગૌણ બાબત હતી પરંતુ, વિજ્ઞાનની શોધો કરવાનું તેમનું મુખ્‍ય લક્ષ્‍‍ય હતું.અભ્યાસ અને પ્રયોગો અગિયાર વરસની નાની વયે રામને મેટ્રિકની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી હતી. આગળ અભ્યાસ માટે ૧૯૦૨ના વર્ષમાં તેઓ ચેન્નઈની જાણીતી પ્રેસિડન્સી કોલેજમાં જોડાયા. આ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર ઇલિયટ હતા.આ નાનકડા વિદ્યાર્થીને જોતાં જ તેઓ બોલી ઊઠ્યા, ‘બાબા, તારી ઉંમર કેટલી?’ રામને જવાબમાં ૧૩ વર્ષ કહ્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ૧૯૦૪માં બી.એસસી.ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાનના વિષય સાથે કોલેજમાં રામન પ્રથમ નંબરે પાસ થયા. આ માટે સુવર્ણચંદ્રક પણ મળ્યો અહીં જ તેમણે પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન સાથે એમ.એસસી.નો અભ્યાસ શરૂ કર્યો.અભ્યાસની સાથોસાથ તેઓ આપમેળે જ કોલેજમાં પ્રયોગો કરતા હતા. આ પ્રયોગોના પરિણામે એમણે પ્રકાશના વિવર્તન અંગે સંશોધન કર્યું. એમાં એમને સફળતા પણ મળી.રામને આ શોધના આધારે લેખ તૈયાર કર્યો અને લંડનના એક સંશોધન સામિયકમાં છપાવા મોકલ્યો. આ લેખ સ્વીકારાયો અને નવેમ્બર ૧૯૦૬ના અંકમાં છપાયો. ત્યાર પછી રામને ત્રિપાર્શ્વ કાચનો પ્રયોગ હાથમાં લીધો. આ પ્રયોગ કરતાં કરતાં એમણે વિશિષ્ટ પ્રકારના પ્રકાશની શોધ કરી. આ રીતે રામને પ્રયોગો કરતાં કરતાં અનેક સિદ્ધિ હાંસલ કરી.

૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકીયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધ ને તેમના નામ પરથી ‘રામન ઈફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્‍કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા.તેમની આજ  શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકાર દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.

તેઓ સરકારી નોકરી કરતા હોવા છતા વિજ્ઞાનની રૂચિને કારણે સંશોધન ચાલુ રાખ્‍યું ઇ.સ. ૧૯૧૭માં કલકતા વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી સરકારી નોકરી માંથી રાજીનામું આપી સંપુર્ણ સમય વિજ્ઞાનને સર્મપીત કર્યો. રામન અસર શોધનો પ્રારંભ ઈ.સ. ૧૯૨૧માં થયો હતો અને શોધ પૂર્ણ થઈ હતી. ઇ.સ. ૧૯૨૮માં એ શોધ ઈન્‍ડિયન જર્નલ ઓફ ફિઝિકસ કલકતામાં સર્વપ્રથમ પ્રકાશિત થઈ હતી.આની વિધિસર ધોષણા ૧૯૩૦માં થઈ હતી.લગભગ ૭૦૦૦ જેટલા શો નિબંધો અને સંશોધનો આ વિષય ઉપર પ્રકાશિત થયા છે તથા અનેક પુસ્તકો છપાયા છે.જર્મન અને ફ્રેચ ભાષામાં અનેક નિબંધો લખાયા છે.

એક બ્રિટીશ પત્રિકામાં રામન અસરનાં સંદર્ભમાં લખવામાં આવ્‍યું હતુ કે, આ શોધની સરખામણી રેડિયોએકટીવ કિરણોની શોધ જેટલી જ અગત્યની છે.ઈ.સ ૧૯૩૦માં સ્‍વીઝર્લેન્ડની જયુરીએ ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા. અમેરિકાની ફ્રેંકલીન ઈન્સ્ટિટયુટે એમને ફ્રેંકલીન પદકથી વિભૂષિત કર્યા.૧૯૩૨માં રામન પ્રભાવની શોધને નોબલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો.સમસ્ત એશિયામાં આ પુરસ્‍કાર સર્વપ્રથમ પ્રાપ્ત કરવાનો યશ ડૉ.સી.વી. રામનને ફાળે જાય છે.

સી.વી.રામન એક પ્રતિભાશાળી, સ્વાવલંબી અને ભારતીય વિજ્ઞાનના પિતામહ જેવા વ્યક્તિ હતા. તેમનું જીવન બતાવે છે કે સાધનોની કમી હોવા છતાં પણ મહાન શોધ થઈ શકે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!