– જિલ્લા પંચાયતની આવક વધારવા તેમજ ખેતીમાં ડ્રોન અને નર્મદા કિનારાના વિકાસ પર ભાર મુકાયો
– પંચાયત અને વિકાસ કાર્ય માટે જિલ્લા પંચાયત સભ્યો માટે ૧૭.૮૦ કરોડની જોગવાઈ
– જાહેર બાંધકામ માટે ૫૨.૭૪ કરોડ : શિક્ષણ માટે ૪.૧૦ કરોડ અને આઈ.સી.ડી.એસ માટે ૧ કરોડની જોગવાઈ
ભરૂચ,
ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી આ ટર્મની અંતિમ સામાન્ય સભા મળી હતી.જેમાં વર્ષ 2026-27 માટે 1322.82 કરોડનું બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.જેમાં સભ્યોએ ભાવુક બનવા સાથે પ્રમુખ,તેમજ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે બજેટલક્ષી સમાન્ય સભા મળી પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા ની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં વિવિધ દસ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વર્ષ 2025-26નું સુધારેલ તેમજ વર્ષ 2026-27 નું ૧૮ ટકાના વધારા સાથે વિવિધ વિકાસ કાર્યોની જોગવાઇઓ સાથેનું 1282 કરોડના ઐતિહાસિક બજેટ ને સર્વાનુમતે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી.ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું ૧૮% ના વધારા સાથેનું ૧૩૨૨.૮૨ કરોડનું સર્વાનુમતે ભવ્ય અને વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.આ બજેટને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ માત્ર આંકડાનો દસ્તાવેજ નહીં પણ ભરૂચના સર્વાંગી વિકાસનો રોડમેપ ગણાવ્યો હતો..બજેટની મુખ્ય વિશેષતાઓ ગણાવતા તેઓએ જણાવ્યું હતું કે આર્થિક આત્મનિર્ભરતા વધારવા પંચાયતના સ્વભંડોળમાં ૪૦% નો નોંધપાત્ર વધારો થયો છે.ગત વર્ષના ૮૭.૪૫ કરોડ સામે આ વર્ષે ૧૨૭.૪૮ કરોડની જોગવાઈ કરાઈ છે.તે ઉપરાંત જિલ્લા પંચાયત લોકલ ફંડ શેષમાંથી ૯ કરોડ ખાસ નર્મદા કિનારાના ગામો માટે ફાળવવામાં આવ્યા છે.જેનાથી પરિક્રમાવાસીઓ માટે સુવિધા, પર્યટન વિકાસ અને નદીની સ્વચ્છતા પર કામ થશે.જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક બજેટ છે જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની આવરી લેવામાં આવ્યા છે જેવા કે જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ ટેસ્ટ માટેનું ઓટોમેટિક મશીન મુકવામાં આવશે જ્યાં મફ્ત ટેસ્ટ કરવામાં આવશે તેથી લોકોએ શહેર સુધી આવવું નહી પડે તો દરેક તાલુકા દીઠ એક ડ્રોનની ફાળવણી કરવામાં આવશે જેથી ખેડૂતો એકદમ સસ્તા દરે દવાનો છંટકાવ કરી શકશે.વિવિધ જોગવાઈ જોતા પંચાયત અને વિકાસ કાર્ય માટે ૧૭.૮૦ કરોડ ,જાહેર બાંધકામ માટે ૫૨.૭૪ કરોડ જે હેઠળ જિલ્લા પંચાયત હસ્તકની મિલ્કતો પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભા કરી રોજગારી અને આવક બંને વધારવાના પ્રયાસો થશે.તો શિક્ષણ માટે ૪.૧૦ કરોડ અને આઈ.સી.ડી.એસ માટે ૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે દ્વારા કુપોષણ મુક્ત ભરૂચ માટે પ્રતિબદ્ધતા દાખવવામાં આવશે.
અંતિમ સામાન્ય સભામાં સભ્યો ભાવુક જોવા મળ્યા હતા.તેઓ ધ્વારા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને કર્મચારીઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવા સાથે આગામી ટર્મ માં પણ આજ રીતે સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરવા સાથે જિલ્લા પંચાયતના ભાજપ ની ભગવો ફરી લહેરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેન ,સભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




