નકલી પોલીસ બની લોકોને ધમકાવતા ઈસમોનું ભરૂચ પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું

SHARE:

ભરૂચ,

ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ધોમધખતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.બન્ને એજન્ટોની ગુંડાગીરીના કરાને રહાડપોર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નિપજતા ફરિયાદ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ભરૂચ પોલીસે ફાયનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર બે શખ્સો સામે કડક કાર્યવાહી હાથધરી છે.એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.તડકાની ગરમીમાં બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ હતી.ઉલ્લેખનીય છે કે ભરૂચના રહાડપોર રોડ પર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહનચાલકોને ધમકાવી અને દબાણ કરીને વાહનો કબજે કરવામાં આવતા હતા.આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વીશ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું.પરિવારજનોનો આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણને કારણે તેમને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો.આ ઘટનાના અનુસંધાને વધુ એક યુવાન, શેહજાન સોયેબ ખલિફા, પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.તેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે બંને આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાઈ છે.શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!