મારા મારી અને લૂંટ કેસમાં એકી સાથે 10 આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકરતી રાજપીપલા કોર્ટ 

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

મારા મારી અને લૂંટ કેસમાં નર્મદાના નાંદોદ તાલુકાના જુના ઘાટા ગામના એકી સાથે 10 આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા રાજપીપલા કોર્ટે ફટકારી છે. જેમાં 10 આરોપીઓ (૧) ધરમસીંહભાઈ નાગજીભાઈ વસાવા (ર) રોશનભાઈ જગદીશભાઈ વસાવા (૩) જયેશભાઈ જગદીશભાઈ વસાવા (૪) અક્ષયભાઈ રુપેન્દ્રભાઈ વસાવા (૫) નીલેષભાઈ કુલસીંગભાઈ વસાવા (૬) રોહનભાઈ જસુભાઈ વસાવા (૭) વીદીસીંગભાઈ ઉર્ફે બોલકો નાગજીભાઈ વસાવા (૮) વીગ્નેશભાઈ સવીલાલ વસાવા (૯) કમલેશભાઈ રમણભાઈ વસાવા (૧૦) મનેશભાઈ દેવરાજભાઈ વસાવા તથા (૧૧) અતુલભાઈ ઘનશ્યામભાઈ વસાવા તમામ રહે. જુના ઘાટા, તા.નાંદોદ જી.નર્મદાને સરકારી વકીલશ્જીતેન્દ્રસિંહ જે. ગોહીલની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહય રાખી નામદાર પ્રિન્સી. ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ સાહેબ આર.ટી.પંચાલ સાહેબે આરોપીઓને ઈ.પી.કો કલમ- ૩૨૫ મુજબના ગુનાના તહોમત સબબ બી.એન.એસ.એસની કલમ- ૨૫૮(૨) અન્વયે તકસીરવાન ઠરાવી દરેક આરોપીઓને વ્યકિતગત રીતે ૦૫(પાંચ) વર્ષની સખ્ત કેદની સજા તથા દરેક આરોપોઓને વ્યકિતગત રીતે રૂ.૫૦૦૦ અંકે રૂપિયા પાંચ હજાર પુરાનો દંડ અને જો દંડની રકમ ના ભરે તો વઘુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજા તથા ઈ.પી.કો કલમ-૪પર મુજબના ગુનાના તહોમત સબબ બી.એન.એસ.એસ.ની કલમ-ર૫૮(૨) અન્વયે તકસીરવાન ઠેરવી દરેક આરોપીને વ્યકિતગત રીતે ર (બે) વર્ષની સખ્ત કેદની સજા તથા દરેક આરોપીને વ્યકિતગત રીતે રૂ.૧૦૦૦ અંકે રૂપિયા એક હજાર પુરાનો દંડ અને જો દંડની રકમ ના ભરે તો વધુ ૧(એક) માસની સાદી કેદની સજા તથા ઈ.પી.કો. કલમ-૪૨૭ મુજબના ગુનાના તહોમત સબબ બી.એન.એસ.એસ.ની કલમ-૨૫૮(૨) અન્વયે તકસીરવાન ઠેરવી દરેક આરોપીને વ્યકિતગત રીતે ૧ (એક) વર્ષની સખ્ત કેદની સજા તથા દરેક આરોપીને વ્યકિતગત રીતે રૂ.૧૦૦૦.અંકે રૂપિયા એક હજાર પુરાનો દંડ અને જો દંડની રકમ ના ભરેતો વધુ ૧ (એક) માસની સાદી કેદની સજાનો હુકમ આજરોજ ફકમાવેલ છે.

કેસની વિગતમાં આ કેસમાં ફરીયાદીએ ગઈ ગ્રામ પંચાયતની ચુંટણીમાંઆરોપી ધરમસીંગભાઈ નાગજીભાઈ વસાવાની સામે પ્રચાર કરેલ અને આરોપીને ચુંટણીમાં મદદ નહીં કરેલ જેના લીધે આરોપી નં-૧  સરપંચની ચુંટણી હારી ગયેલ જેની રીશ અદાવત રાખી આ કામનો ફરીયાદી છટવાડા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલ ત્યાં આ કામના આરોપી નં-૨ થી ૫ એ ફરીયાદીના બોલચાલી કરી ઢીકાંપાટુનો માર મારી તથા આરોપી નં-૫ નાએ ફરીયાદીના માથામાં લાકડીમારી ઈજા કરેલ જે બાદ ફરીયાદી ત્યાંથી ભાગીને પોતાના ઘરે આવતો રહેતા આ કામના ઉપરોકત તમામઆરોપીઓ ભેગા થઈ ફરીયાદી ના ઘરે જતા ફરીયાદી તેના ઘરેથી ભાગીને જતો હતો તે વખતે આરોપીઓએ છુટા પથથરો મારી તથા આરોપીને તેના ઘર નજીક આવેલ ખાડી નજીક પકડી પાડી આરોપીઓએ ઢીંકાપાટુનો માર મારી ઈજાઓ કરી તથા આ કામનો સાહેદ ફરીયાદીનો દિકરો શૈલેષભાઈ મહુડીપાડા ગામેથી પોતાની અલ્ટો ગાડી જીજે-રર-એચ-૫૮૬૪ ની લઈને તેના ઘરે જતો હતો તે વખતે છટવાડા ગામે ખાડીના પુલ નજીક રોડ ઉપર આ કામના આરોપીઓએ સાહેદ શૈલેષભાઈની.ગાડી ઉભી રખાવી આરોપી નં-૧ નાઓએ સાહેદ શૈલેષભાઈની ફેટ પકડી મારો મારો કહેતા આરોપી.નં-૩ નાઓએ તેના પાસેની ગુપ્તીથી ગાડીના આગળના ભાગે ડ્રાઈવર સાઈડે મારી દેતા સાહેદ ગાડી.લઈને પોતાના ઘરે જતો રહેલ અને આ કામના આરોપીઓ તેમની મો.સા. ઉપર બેસી ફરીયાદીના ઘરે જતા સાહેદ તેના ઘર આગળ ગાડી મુકીને તેના ઘરની પાછળના ભાગે ભાગી ગયેલ. અને આ કામના આરોપીઓ ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તિજોરીનું લોકર તોડી તિજોરીમાં રાખેલ.ફરીયાદીની દિકરી સુધાબેનના કુલ રૂ.૧,૫૦,૦૦૦ ની લુંટ કરી તથા ફરીયાદીની અલ્ટો ગાડી જીજે-રર-એચ-૫૮૬૪ ના કાચ તોડી તથા લાકડીઓ મારી ગોબી નાખી નુકશાન કરી નાશી જઈ ગુનો કર્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!