રાજપીપળાના વૈષ્ણવ મંદીરોમાં હોળીના 40 દિવસ પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ દ્વારા ખેલાયેલી રશિયા હોલી 

SHARE:

– ફૂલો અને રંગો ઉડાડી રાધા કૃષ્ણના સખ્યભાવથી ભક્તિભાવથી હોળીના ગીતો ગાઈ હોળી રમતી વૈષ્ણવ મહિલાઓ 

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજપીપળા ખાતે વૈષ્ણવ મંદિરમાં હોળી પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ દ્વારા ફૂલો અને રંગોની રશિયા હોળીની રમઝટ બોલાવી હતી.જેમા જેમા રાજપીપળાની વૈષ્ણવ મહિલાઓ ભેગા મળીને હોળીના વધામણા લઈ રશીયા હોળીની રમઝટ બોલાવી હતી.

વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી  નર્મદાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે.આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવન માં હોળી ઉજવામાં આવે છે તેનું કારણ એજ છેકે એક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી જેમાં  ચોથું એ આ પુષ્ટીમાંગીય વૈષ્ણવ સમાજ અને તેથીજ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40દિવસ પહેલાથીજ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે 

પુષ્ટિ માર્ગીય ઉત્સવ પરંપરામા વસંતોત્સવનુ વિશેષ ધર્મિક મહત્વ છે.વસંત પંચમીથી 40 દિવસસુધી રંગોત્સવ મનાવવાની પ્રથા છે.જેના ભાગરૂપે રાજપીપળા ખાતે વૈષ્ણવ સમ્પ્રદાયની મહિલાઓ મોટી સંખ્યા મા એકત્ર થઈ ફૂલો અને રંગો ઉડાડીને રશીયા હોળીના ગીતો ગાઇ નૃત્યગાન સાથે રશીયા હોળીની રમઝટ બોલાવી હતી. 

જેમા વ્રજમા રમાતી રાધા ક્રુષ્ણની વ્રજની હોળી રમવાની પ્રાચિન પરમ્પરાને વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓએ  જાળવી રાખી છે.હોળીના 40 દિવસ પૂર્વે વૈષ્ણવ સમ્પ્રદાયની મહિલાઓ ક્રુષ્ણ મંદિર ,શેરીઓમા ક્રુષ્ણમય ભક્તિ ના રંગે રંગાઈ ને વ્રજની પરમ્પરાને જાળવી રાખી હતી.તેમાં પ્રભુ ભક્તિનો રંગ ભેળવી રાધા કૃષ્ણના સંખ્ય ભાવથી રશિયાનુ ગાન કરીને ફૂલો અને રંગોની હોળી રમી હોળીના ફાગને વધાવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!