– કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.તંત્ર દ્વારા અગાઉ સંબંધિત વ્યક્તિને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ પાઠવી હતી.નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ બાંધકામ દૂર ન કરાતા તંત્રએ ઓપરેશન ડિમોલિશન હાથધર્યું હતું
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની સીમમાં બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફરી વળ્યું હતું.ઝઘડિયા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.દરગાહ સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હોવાની કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી.ગામના સર્વે નંબર 169 વાળી જમીન પર નિયાઝ ઉર્ફે નિયાઝબાપુ સમીર દિવાન દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાની રજુઆત થઈ હતી.વહીવટી તંત્ર દ્વારા અગાઉ સંબંધિત વ્યક્તિને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી.નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ બાંધકામ દૂર ન કરાતા,તંત્રએ ‘ઓપરેશન ડિમોલિશન’ હાથ ધરી કાર્યવાહી અમલમાં મૂકી હતી.કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો.તંત્રએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લેવામાં આવશે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.




