આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાતા ૮૦ વિદ્યાર્થીઓએ અલગ અલગ ૩૨ પ્રોજેકટ રજૂ કર્યા

SHARE:

ભરૂચ,

આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલ ખાતે આજ રોજ સવારે વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.જેમાં નાહિયેર ગુરુકુળના પ.પૂજ્ય શાસ્ત્રી કેશવપ્રિય દાસજી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.આવેલા મહેમાનોનું શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ તેમજ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ વિજ્ઞાન પ્રદર્શનને અનુરૂપ શાળાના બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે કેશવપ્રિયસ્વામીએ ભારતના મહાન ઋષિમુનિઓની વૈજ્ઞાનિક શોધ વિશે હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળ ભાષામાં સમજૂતી આપી હતી.અને બાળકો વૈજ્ઞાનિક પ્રવૃત્તીઓમાં વધુમાં વધુ રસ તેવા આશિર્વચન આપ્યા હતા.ત્યાર બાદ આમોદ પાલિકા પ્રમુખ તેમજ આમોદ તાલુકા શિક્ષણ અધિકારી પધ્યુમનસિંહ રાઉલજી બી.આર.સી.આસિફ પટેલ, સી.આર.સી.તોસિફ પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ ગૌરાંગ સોલંકી દ્વારા વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

જેમાં સ્વામિનારાયણ સ્કૂલના ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ ૩૨ જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.પર્યાવરણ સંરક્ષણ,હવા પ્રદૂષણ, ઇજનેરી કૌશલ્ય, સોલર ઊર્જા,ચંદ્રયાન,પૌષ્ટિક આહાર, માનવીય શરીર સંરચના, લોહી પરિભ્રમણ, ટ્રાફિક સિગ્નલ, પાણી બચાવો, અવકાશ વિજ્ઞાન ,કૃષિ વિકાસ જેવા અલગ – અલગ વિષયો ઉપર વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને જ્ઞાનના આધાર પર પ્રયોગો રજૂ કર્યા હતા.તેમજ સ્ટોલ ઉપર હાજર વિદ્યાર્થીઓએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આત્મવિશ્વાસ સાથે મહેમાનો,નિરીક્ષકો તેમજ વાલીઓ આગળ પોતાના પ્રયોગોની ખાસિયતો બતાવી હતી.વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની રચનાત્મક અને ક્રિયાત્મક શક્તિ રજૂ કરી મહેમાનોને અચંબિત કરી દીધા હતા.આ વિજ્ઞાન પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે ઉર્વેશ ગુર્જર, હિરેન લીંબચીયા, નિરંજનાબેન વસાવા સહિતના લોકોએ સેવા આપી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!