ભરૂચ જીએનએફસીના કર્મચારીએ કંપનીમાં બીમારીમાં દવાના બોગસ બિલો મૂકી ૧૫ લાખ ઉપરાંતની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ

SHARE:

– બીલો ખોટા હોવાનું માલુમ પડતા કંપનીની લીગલ ટીમ દ્વારા મેડિકલ સ્ટોર સંચાલકોનો સંપર્ક કરી વિગતો મેળવી

– પુત્રએ મેડિકલ સ્ટોર સંચાલકને ધાક ધમકી આપી બીલો સાચા હોવાનું લખાણ મેળવ્યું હતું : પિતા – પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

ભરૂચ,

ભરૂચની જીએનએફસી કંપનીના કર્મચારીએ કંપનીમાં મેડિકલના ખોટા બીલો મૂકી ૧૫ લાખથી વધુની ઠગાઈ કરતા પિતા અને પુત્ર સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચની જીએનએફસી કંપનીમાં ઠગાઈનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.કંપનીમાં વર્ષ ૧૯૯૨માં ફાયરમેન ટ્રેઈની તરીકે જોડાયા બાદ હાલમાં ફાયર સેફ્ટી વિભાગમાં જુનિયર ફાયર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં ગૌતમ રજનીકાંત પટેલ (રહે.મંગલદર્શન સોસાયટી, ચામુંડા માતાના મંદિર પાસે) નાએ કંપની સાથે બીમારીના બોગસ બીલો મુકી અત્યાર સુધીમાં કુલ ૧૫ લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાટ કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

ભરૂચ જીએનએફસી કંપનીમાં ચીફ મેનેજર લીગલ તરીકે ફરજ બજાવતાં રીકેશ ઈશ્વભાઈ પટેલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે જીએનએફસી કંપનીમાં ફરજ બજાવતાં જૂનિયર ફાયર ઓપરેટર ગૌતમ પટેલે ૧ જાન્યુઆરી ૨૦૨૦થી તેમના અને તેમની પત્ની તથા માતાની મેડીકલ સારવાર માટે ઘણી મોટી રકમના મેડિકલ બીલો કંપનીની કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા રજૂ કર્યા હતાં.જેમાં તેમને કુલ ૧૭.૧૩ લાખથી વધુની ચુકવણી કંપનીએ તેમના ખાતામાં જમા કર્યા હતા.જોકે, તે પૈકીના ૧૫.૮૨ લાખના દીપ મેડીસીન્સના ૧૧૩ બિલ, શ્રીજી ફાર્મસીના ૫ બીલ તેમજ મીરા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરના ૬૮ બીલ રજૂ કર્યાં હતાં. જે બીલો બોગસ હોવાની શંકા જતાં કંપનીની એક ખાસ ટીમે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. જેમાં તેમણે દિપ મેડિકલ સ્ટોરના સરનામે જતાં તે બે-ત્ર વર્ષથી બંધ થઈ ગયેલાનું અને હાલમાં કસકમાં શ્રીજી ફાર્મસીના નામે મેડિકલ સ્ટોર ચાલુ કર્યાનું જણાવતાં તેમણે ત્યાં તપાસ કરતાં સંચાલકોએ જણાવ્યું હતું કે, તેમના ત્યાંથી કોઈ બીલ ન અપાયાનું તેમણે જણાવ્યું હતું.જોકે બાદમાં ગૌતમ પટેલના પુત્ર ગૌરાંગે શ્રીજી ફાર્મસીના સંચાલકોને તેમના નિવેદન બદલવા ધાકધમકીઓ આપી હતી.બીજી તરફ ભરૂચના ફલશ્રુતિ નગર વિસ્તારમાં આવેલાં આસ્થા કોમ્પ્લેક્ષમાંથી મીરા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરના સંચાલક સોહેલ પટેલનો સંપર્ક કરી તેમના બીલ અંગેની પુછપરછ કરતાં તેમણે કોઈ પણ પ્રકારનો સહકાર ન કરવા સાથે તેમના બીલોની ખરાઈ ન કરતાં તેમાં પણ ખોટી રીતે બીલો બનાવાયાં હોવાની શંકા ઉભી થઈ હતી.આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે કંપનીમાં ઠગાઈ કરવાના કારસામાં ગૌતમ રજનીકાંત પટેલ તેમજ શ્રીજી ફાર્મસીના સંચાલકોને ધમકાવવા બદલ તેમના પુત્ર ગૌરાંગ ગૌતમ પટેલ મળી બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!