(જયશીલ પટેલ, ઝઘડિયા)
નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ ઝઘડિયા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર, જિલ્લા કોઓર્ડીનેટરની ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆત યોગ પ્રાર્થના, દીપ પ્રાગટ્ય કરી આસન અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા.ઉપરાંત ડો.પારૂલબેન દ્વારા યોગનું મહત્વ અને શરીરના ફિટનેસ અંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ. શાળાના મંત્રી મહેશચંદ્ર પુરોહિત દ્વારા પણ યોગ અંગે અને તેના અગત્યતા અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર ડો.પારૂલબેન, જિલ્લા કો-ઓર્ડીનેટર કામિની બા રાજ, શાળાના મંત્રી મહેશચંદ્ર પુરોહિત, શાળાના ટ્રસ્ટી જયદેવસિંહ પ્રાકડા ઉપસ્થિત રહ્યા હતા.યોગ શિબિરમાં શાળાના પ્રધાનાચાર્ય, આચાર્ય, વહીવટી સ્ટાફ તથા ધોરણ ૬ થી ૧૦ ના ૭૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.




