ભરૂચ,
ભરૂચ જીલ્લો ઓદ્યોગિક જીલ્લો હોવાના કારણે અહીં હજારો કંપની કાર્યરત છે જેને કારણે અહીં મટીરીયલ્સ અને કર્મચારીઓ માટે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે.ત્યારે ભરૂચ-દહેજ-અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે જીઓજી- એએમએ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ,અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી આજરોજ ભરૂચ ખાતે એકિઝમ કોન્ફ્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCT)ના સહયોગથી યોજાયેલી એકિઝમ કોન્ફ્લેવનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ-દહેજ-અંકલેશ્વર બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દેવાંગ ઠાકોર,અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉન્મેષ દીક્ષિત અને જીએફએલ દહેજના વાઈસ પ્રેસિડેન્ટ – એચઆર ડો.સુનિલ ભટ્ટએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં દહેજ એસઈઝેડના આઈટીએસ ડેવલપમેન્ટ કમિશ્નર અનુપમ કુમારે “ભરૂચ-દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ-આયાત કોરિડોર બનાવવા” પર સંબોધન કર્યું હતું.
મનીષા ઠાકર (વાઈસ પ્રેસિડેન્ટ, ટ્રાયલાયન્સ ગ્લોબલ સોલ્યુશન્સ) અને પૂજા સંત (મેનેજર, લોજીબીટ્સ ફ્રેઈટ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ) “દહેજ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો માંથી એક્ઝિમ માટે પોર્ટ,શિપિંગ અને મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સને શ્રેષ્ઠ બનાવવું” વિષય પર પેનલ ડિસ્કશન સંબોધન કર્યુ હતું.ડો.ભૂમિ રાજ્યગુરુ (જોઈન્ટ ડાયરેક્ટર, એનએબીએલ, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) “એનએબીએલ માન્યતા અને નિકાસકારો માટે તેના વ્યૂહાત્મક ફાયદા” વિષય પર વિશેષ સત્રને સંબોધ્યું હતું.સાથે વૈશલ શાહ (સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ, ઈન્ડિયા એક્ઝિમ ફિનસર્વ આઈએફએસસી પ્રા. લિ.) “ટ્રેડ ફાઈનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને નિકાસ પ્રોત્સાહનો” વિષય પર સંબોધન કર્યું હતું.ડો.પરાગ સંઘાણી (પ્રોવોસ્ટ, પી.પી.સવાણી યુનિવર્સિટી, કોસંબા) ડો.ચેતના મકવાણા (ઈન્ચાર્જ ડાયરેક્ટર, નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ, ભરૂચ), ડો.હિતેશ ભાટિયા (ડીન અને પ્રોફેસર ઓફ બિઝનેસ એન્ડ લો, નવરચના યુનિવર્સિટી) “ભરૂચ-દહેજ-અંકલેશ્વર-ઝઘડિયા ઔદ્યોગિક બેલ્ટ માટે ફ્યુચર-રેડી એક્ઝિમ ટેલેન્ટનું નિર્માણ” વિષય પર પેનલ ડિસ્કશન કર્યું હતું.
કાર્યક્રમના અંતે ચેતન ભોજાણી (એએમએ એક્ઝિમ ફેકલ્ટી અને એડ વેલ્યુ કન્સલ્ટન્ટ્સના સીઈઓ) આ કોન્ફ્લેવનું સંકલન અને આભારવિધિ કરી હતી.




