(સંજય પટેલ, જંબુસર)
હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનો તથા કુશળ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે તેમજ સ્થાનિક ઉદ્યોગોની સમૃદ્ધિ વધારવાના હેતુથી જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે સ્વદેશી મેળાનું દસ દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા લોકલ ફોર વોકલ ના સૂત્રને સાર્થક કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકામાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે જે અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે તારીખ 6 3 2026 થી 15 3 2026 સુધી યોજાનાર સ્વદેશી મેળાનો પ્રારંભ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે ચીફ ઓફિસર આર એચ પટેલ, કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલ, મહામંત્રી અમિતભાઈ પ્રજાપતિ, ધર્મેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરાયુ,ભારતને આત્મનિર્ભર બનાવવા સંકલ્પ લીધો હતો. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તેના માટે મહિલાઓના આશિષ ઘણા જરૂરી છે. ઘર વપરાશ માટે ખરીદાયેલી ચીજ વસ્તુ સ્વદેશી ખરીદવાનો આગ્રહ રાખવા જણાવ્યું હતું.તથા સ્વદેશી અને વિદેશી અંગે સવિસ્તાર સમજ આપી હતી.આજે સંકલ્પ લઈ સ્વદેશી વસ્તુ ખરીદવા જણાવ્યું હતું. આ મુહીમ સ્વ જાગરણ સાથે ચલાવવી પડશે, આપણા દેશમાં ઉત્પાદન થતી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીશું તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રમોદી નો સંકલ્પ સાકાર થશે અને દેશ મજબૂત થશે. આ સ્ટોલ થકી માતા બહેનો, યુવાનોને રોજગારી મળી રહેશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવ્યું હતું.
સદર સ્વદેશી મેળામાં સ્વદેશી ઉત્પાદનો તથા કુશળ કારીગરોને પ્રોત્સાહન અને સ્થાનિક ઉદ્યોગોની સમૃદ્ધિ વધારવાના હેતુથી આશરે ૫૦ જેટલા સ્ટોલ જેમાં હાથ બનાવટની વસ્તુઓ, રોજીંદા વપરાશ, ઘરવપરાશ,ખાણીપીણી,સહિતના સ્ટોલ ઉભા કરાયા હતા.મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી ખરીદી નો લાભ લીધો હતો. આ પ્રસંગે અગ્રણી ચંદ્રકાન્તભાઈ પટેલ, નિલેશભાઈ ભાવસાર, અમિષાબેન પટેલ,આશિષભાઈ ભટ્ટ, નગરપાલિકા સદસ્યો ,જંબુસર નગરપાલિકા એન યુ એલ એમ સ્ટાફ ચાર્મી ભટ્ટ, રેશમા પટેલ,કર્મચારી મિત્રો સહિત મોટી સંખ્યામાં નગરજનો અગ્રણીઓ હાજર રહ્યા હતા.




