આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકાએ મહિલા સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પ યોજ્યો

SHARE:

– કેમ્પમાં 39 કર્મચારીઓની તપાસ કરાઈ 

ભરૂચ,

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલા સફાઈ કર્મચારીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું.

ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં વોર્ડ નંબર 3 અને 4 ની કુલ 39 મહિલા સફાઈ કર્મચારીઓએ ભાગ લીધો હતો.આ મેડિકલ કેમ્પ દરમિયાન તબીબોની ટીમે બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને હિમોગ્લોબિન સહિતની વિવિધ આરોગ્ય તપાસો કરી હતી. આ ઉપરાંત, મહિલાઓને સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય જાગૃતિ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતી મહિલા સફાઈ કર્મચારીઓના આરોગ્યની કાળજી લેવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો.કાર્યક્રમ દરમ્યાન તબીબો અને આરોગ્ય સ્ટાફ દ્વારા જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!