ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા નર્મદા પરિક્રમા સ્થળની લીધી મુલાકાત 

SHARE:

– પરિક્રમા રૂટ પર કરવામાં આવેલી સુવિધાઓનું નિરિક્ષણ કર્યું

– સર્જાયેલી વાવાઝોડાની સ્થિતિ બાદ તમામ સુવિધાઓનું પુનઃસ્થાપન કરી દેવાયું છે, સૌ શ્રદ્ધાળુઓ નિશ્ચિંત થઈને પરિક્રમા કરી શકે છે : સચિવ રમેશ મેરજા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા નર્મદા પરિક્રમા સ્થળની મુલાકાત લીધી હતી. અને પરિક્રમા રૂટ પર કરવામાં આવેલી સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું.

નર્મદા જિલ્લા માંથી પસાર થતી ઉત્તરવાહી માં નર્મદાની પરિક્રમા અત્યાંત ધાર્મિક મહત્વ ધરાવે છે.ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા-તિલકવાડા ઘાટ પર પરિક્રામા અર્થે આવતા હોય છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ  નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરિક્ષણ કરી સરકાર દ્વારા ચારેય ઘાટ પર ઉભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો.સચિવ રમેશ મેરજાએ સૌથી પહેલાં રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ, જે.ટી., બોટ-લાઈફ જેકેટ, લાઈટિંગ, શ્રદ્ધાળુઓને ન્હાવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, કન્ટ્રોલ રૂમ તથા સીસીટીવી કન્ટ્રોલ રૂમ, આરોગ્ય સુવિધા, મિશન મંગલમની બહેનોના ચા-નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી હતી. પવિત્ર નર્મદાના દર્શન,પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.  આ મુલાકાત દરમ્યાન સચિવે પરિક્રમા અર્થે આવી રહેલા શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કરી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!