– તિલકવાડા નદી ભાઠાથી ઉપર તરફ, બ્રિજ પાસે, તેમજ અન્ય જગ્યા કેટલીક જગ્યા પર ભક્તો ને કુતરાએ બચકા ભર્યા
– કુતરાએ બચકા ભરનારા તમામ ભક્તોને એમ્બયુલન્સ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
હાલ પાંચકોશી નર્મદા પરિક્રમા ચાલી રહી છે દિન પ્રતિદિન ભક્તોની સંખ્યા ક્ર્મશ: વધતી જઈ રહી છે ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓને કુતરાએ બચકા ભરવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.ભક્તોના કહેવા મુજબ 16 ભક્તોને કુતરાએ બચકા ભર્યાછે.તિલકવાડા નદી ભાઠાથી ઉપર તરફ, બ્રિજ પાસે, તેમજ અન્ય જગ્યા કેટલીક જગ્યા પર ભક્તોને કુતરાએ બચકા ભરવાની ઘટના સામે આવી છે.
કુતરાએ બચકા ભરનારા તમામ ભક્તોને તાત્કાલિક એમ્બયુલન્સ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.તિલકવાડા ખાતે ભક્તો ની સારવાર શરૂ કરવામાં આવી હતી.જોકે હાલ તો તબિયત સુધારા પર છે.સવાલ એ થાય છે કે ભક્તોને મગરોતો ડર લાગે જ છે પણ હવે કુતરા કરડવાની ઘટનાને કારણે ભક્તોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે આ બાબતે ખાસ સુરક્ષા રાખવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.




