(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
હાલ નર્મદા જિલ્લામાં ગરમીની મોસમ ચાલી રહી છે.એક તરફ આકરો તાપ પડી રહ્યો છે.નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે.એવા પણ ઘણા પરિવારો છે ગરીબ પરિવારો છે પગમાં ચંપલ નસીબ નથી,જ્યારે નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પ્રજાપતિ છેલ્લા 15 વર્ષથી પગરખાની પરબ શરૂ કરી છેજેમાં જરૂરિયાત મંદોને વિનામુલ્યે ચંપલોનું વિતરણ કરે છે.
લોકો ગરમીમાં પાણીની પરબ શરૂ કરે છે.પણ મહેન્દ્રકાકાએ પગરખાની પરબ શરૂ કરી છે અને નર્મદા જિલ્લામાં અન્ય વિસ્તારમાં શાળાઓમાં, આશ્રમશાળાઓ વિસ્તારોમાં જેમની પાસે ચંપલ નથી એવા વિસ્તારમા મહેન્દ્રકાકા ગ્રામ્ય વિસ્તારમાં જાય છે અને વિનામૂલ્યે ગરીબોને ચંપલનું વિતરણ કરે છે. અત્યાર સુધી હજારો લોકોને ઉનાળામાં પગરખાની પરબના માધ્યમથી મહેન્દ્રકાકાએ શાળાઓ સ્કૂલોમાં બાળકોને તથા રહેદારીઓને ચંપલનું વિતરણ કર્યું છે.આજે ગરુડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે વૃધ્ધાશ્રમ અને આશ્રમ શાળામાં જઈ વૃદધોને અને નાના બાળકોને ચંપલનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના આચાર્ય અનિલભાઈ પગરખાની પરબના ચલાવતા મહેન્દ્દકાકાનો ગામલોકોએ બાળકોએ આભાર માન્યો હતો.ઉનાળાની ગરમીમાં જે બાળકો પાસે ચંપલ નહોતા. તેમને ચંપલ મળતા બધાને ખૂબ જ રાહત લાગણી અનુભવી હતી.




