સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની તૈયારી : ભરૂચમાં નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ થતા ઉમેદવારોનો રાફડો

SHARE:

– ભરૂચ અને અંકલેશ્વરમાં પ્રદેશ નિરીક્ષકોની ઉમેદવારી પસંદગી માટે કવાયતથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા 

ભરૂચ,

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે ભરૂચ જિલ્લાની પંચાયતો અને પાલિકાઓના ઉમેદવારો માટેની પસંદગી પ્રકિયા માટે પ્રદેશ નિરીક્ષકોએ સેન્સ લેવાની કામગીરી હાથધરી હતી.

ભરૂચ જિલ્લા પંચાયત,નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા ​ભરૂચની જીંજર હોટલ ખાતે ત્રણ નિરીક્ષકો ડૉ.જીવરાજ ચૌહાણ (પૂર્વ પ્રદેશ મંત્રી),નિખિલભાઈ પટેલ (કન્વીનર, આઈટી સેલ, ગુજરાત ભાજપ) તેમજ પ્રતિમાબેન પરમાર (સભ્ય, પ્રદેશ કારોબારી – ગોધરા) ની ટીમે કાર્યકર્તાઓને સાંભળવાની પ્રક્રિયા હાથધરી હતી.ભરૂચ ખાતે જિલ્લાની 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠકો પર જે કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે તેમને સાંભળવામાં આવનાર છે.તમામ દાવેદારોના બાયોડેટા અને ફોર્મ સ્વીકારવામાં આવશે.યોગ્ય ચર્ચા અને સંકલન કર્યા બાદ આ માહિતી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે જે બાદ​અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે. તેમ કહેવા સાથે પ્રદેશ નિરીક્ષક ડૉ.જીવરાજ ચૌહાણે ​ટિકિટ માટેના માપદંડો ટિકિટ ફાળવણી અંગેના પ્રશ્નોના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા,દાવેદાર પક્ષની ફિલોસોફી અને ‘પંચનિષ્ઠા’ના નિયમોને સમજતો હોવો જોઈએ.કાર્યકર્તા લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલો હોવો જોઈએ, જોકે નવા અને સીનિયર બંને પ્રકારના કાર્યકર્તાઓની માંગણી ધ્યાને લેવાશે.અન્ય પક્ષ માંથી ભાજપમાં જોડાયેલા લોકોને ટિકિટ આપવી કે નહીં, તે અંગેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પાસે છે.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંગે જણાવ્યું હતું ભરૂચ અને અંકલેશ્વર ખાતે બે દિવસ આ પ્રક્રિયા ચાલનાર છે.ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાના પગલે ગરમીમાં પણ જિલ્લા હોદ્દેદારો સહિત ઉમેદવારી ઈચ્છુકો અને કાર્યકર્તાઓનો મેળાવડો જોવા મળી રહ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!