10 રૂપિયાની માંગણી ન સ્વીકારતા ગળું દબાવીને કરપીણ હત્યા કરનારા જેલના સળિયા પાછળ ધકેલાયો 

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

માત્ર 10 રૂપિયાની માંગણી ન સ્વીકારતા ગળું દબાવીને કરપીણ હત્યા કરવાની ઘટના તિલકવાડા પોલીસ મથકે નોંધાઈ છે.જેમાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામની ઘટનામાં આરોપી ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.

આજની કારમી મોંઘવારીની અંદર દસ રૂપિયામાં લઈને નીકળો તો બજાર માંથી કઈ ના મળે શાકભાજી પણ ના આવે કે તેલ ચોખા પણ ના મળે અને પેટ ભરવા માટે જો કંઈક લેવું હોય તો પણ 10 રૂપિયામાં ના મળે  ,આજના જમાના માં 10 રૂપિયા ની કોઈ ખાસ કિંમત આજના જમાનામાં રહી નથી ત્યારે માત્ર 10 રૂપિયા જેટલી નજીવી કિંમત ન આપતા એક યુવાને હત્યા કરી નાખી હતી અને તે પણ એવા વ્યક્તિની હત્યા કરી છે કે જે પેરાલીસીસ હતા.

સંજય શર્મા ડીવાયએસપીના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે રહેતા 41 વર્ષીય રાજેશ ધનજીભાઈ તડવી જેવો ભાદરવા ગામના સ્ટેન્ડ નજીક દુકાનેથી સામાન લઈ ઘર તરફ જતા હતા જે દરમિયાન આરોપી ધર્મેન્દ્ર ગણપતભાઈ તડવી ત્યાં આવ્યો અને તેણે રાજેશ તડવી પાસે10 રૂપિયા માંગ્યા પરંતુ રાજેશ તડવીએ રૂપિયા ના આપ્યા.જેથી ગુસ્સે થયેલા ધર્મેન્દ્ર તડવી એ રાજેશ તડવીને આર.સી.સી રોડ પર પાડી છાતીના ભાગે અને ગળા ભાગે લાતો મારી ગળા ઉપર પગ મૂકી ગળું દબાવીને રાજેશ તડવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના બની છે અ ઘટના બનતા મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે આ ઘટનાની જાણ થતા જ તિલકવાડા પી આઈ સોલંકી તથા તેમની ટીમ  ભાદરવા ગામે ઘટના સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલ ભેગો કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!