– નર્મદા પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા નર્મદા પોલિસની રામધૂન સાથે દુહા છન્દની રમઝટ
– ધક્કામુક્કી ટાળવા લાઠીને બદલે લોકસાહિત્યના તાલે શિસ્ત જળવાઈ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા પંચકોષી પરિક્રમામાં રજાના દિવસોમાં શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાતા ભીડ બેકાબૂ બનવાની શક્યતા હતી. જોકે ડંડાવાળી કરવાને બદલે નર્મદા પોલીસે એક સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો.પીઆઈ વી.કે.ગઢવી અને તેમની ટીમે પરિક્રમાવાસીઓને સુરક્ષાના ભાગરૂપે અટકાવ્યા અને તે સમય દરમ્યાન રામધૂન, દુહા છન્દની રમઝટ બોલાવી લોકસાહિત્ય પીરસીને ભક્તોનું મનોરંજન કર્યું હતું.
નર્મદા પરિક્રમામાં ભક્તોભીડ વધતા નર્મદા પોલિસે રામધૂનગવડાવીને લોકોને કંટાળો ન આવે તેવો પ્રયાસ કર્યો.રજાના દિવસોમાં ભીડ વધતી હોવાથી અમે પદયાત્રીઓને સમયાંતરે રોક્યા હતા.લાઈનમાં ઉભા રહેલા ભક્તો કંટાળે નહીં અને વ્યવસ્થાજળવાઈ રહે તે માટે અમે રામધૂન અને સાહિત્યના માધ્યમથી પીઆઈ વીકે ગઢવીએ તેમનેસમજાવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે પીઆઈ પોતે કવિ પણ છે એક ખાખી અંદર કવિનો આત્મા છુપાયેલો હોઈ તેમણે સાહિત્યનો ઉપયોગ કરી નર્મદા પરિક્રમામાં ભીડને કાબૂ કરવા પોલીસે ભક્તિનો માર્ગ અપનાવ્યો જે બધાને ગમ્યું એક પોલીસ અધિકારી કાયદો અને વ્યવસ્થા જાળવવા સાહિત્યનો કેવી સરસ રીતે ઉપયોગ કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ પીઆઇ વી કે ગઢવીએ આપીને સૌના દિલ જીતી લીધા.
ભક્તોએ જણાવ્યું હતું કે,અગાઉ અમેભીડમાં ભારે ધક્કામુક્કીનો અનુભવ કર્યો હતો, પણ આ વખતે પોલીસને આટલી હળવાશ અને મનોરંજનના મૂડમાં જોઈને ખૂબ ગમ્યું.ધાર્મિક સ્થળો પર પોલીસનો આવો નરમ અને મિત્રતાભર્યો વ્યવહાર હોવો જોઈએ. પીઆઈ ગઢવી સાહેબે અમને ખૂબ મદદ કરી અને ભક્તોને પરિક્રમાનો થાક ઉતારી દીધો.
ભક્તોના મતે, પોલીસનો આ અંદાજ તેમને માનસિક શાંતિ આપે છે અને પરિક્રમાનો થાક ઓછો કરવામાં મદદરૂપ થાય છે.આ વર્ષે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં આશરે 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હજુ પણ સતર્કતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.




