– નાંદોદ તાલુકા માં 6 ફોર્મ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 12 ફોર્મ ભરાયા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા તમામ પક્ષો એ પોતાના ઉમેદવાર ઉતારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.નર્મદા જિલ્લાની વાત કરીએ જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતના ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરી દેતા આજે ભાજપ આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂવાત કરી નાખી છે.આજે ભાજપના જિલ્લા પંચાયતના 22 સીટના 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું અને એક સીટ જે વડીયા સીટ છે જેમાં ઉમેદવારોમાં વિવાદ થતા હજુ જાહેર કરવામાં આવી નથી એજ રીતે તાલુકા પંચાયતની 102 સીટ માં 101 સીટ જાહેર કરી જેમાં સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજમાં પણ વિવાદ થતા જાહેર નથી કરી તો જિલ્લાની એક માત્ર નગરપાલિકા આવેલી છે જે રાજપીપલા શહેરમાં છે.રાજપીપલા નગરપાલિકાની વાત કરીએ તો નગરપલિકામાં 7 વોર્ડ માં 28 બેઠકો છે જે પણ હજુ સુધી જાહેર કરી નથી કારણ કે 28 સીટ માં 104 કરતા વધુ ઉમેદવારો એ દાવેદારી કરી છે.જિલ્લામાં આજના ફોર્મ ભરાયેલ આંકડા જોઈએ તો નાંદોદ તાલુકા માં 6 ફોર્મ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના કુલ 12 ફોર્મ ભરાયા છે જોકે આજે ડેડીયાપાડા સાગબારા ચીકદા ગરુડેસ્વર અને તીકલવાડામાં પણ હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં આટર્મમાં ભાજપ દ્વારા બિલકુલ નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે માત્ર 2 સીટ પર રિપીટ કર્યા છે.ત્યારે જેમને અત્યાર સુધી 3 કે 4 તમ થી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીતતા આવ્યા છે જેવો નિરાશ થયા છે.ત્યારે હાલ કહી ગમ તો કહી ખુશી જેવો માહોલ ભાજપમાં જોવા મળ્યો છે.
ભાજપે છેલ્લી ઘડી સુધી રાજપીપલા નગરના ઉમેદવારોની જાહેરાત ના થતા ભાજપાના ઉમેદવારો અવઢવમાં મુકાયા હતાં બે દિવસથી ફોર્મ ભરનારા ઉમેદવારોને ફોર્મ ભરવા જણાવી દઈ મહત્વના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જણાવ્યું હતું.પરંતુ કોને ટિકિટ આપી છે તે જણાવતા વાવેદ વારો મૂંઝવણમાં મુકાયા હતા. આજે ફોર્મ ભરવાના દિવસે ઉમેદવારોને કમલમ કાર્યાલય પર ઉપસ્થિત રહી હરસિદ્ધિ માતાના દર્શન કરી ફોર્મ ભરવા જવાની સૂચના આપી હતી.પરંતુ ટિકિટ કોને મળશે કે નહીં મળશે તેને ઓર્ડરમાં તમામ ઉમેદવારો દોડા દોડી કરતા હતા.આમાં સૌચાલયનું પ્રમાણપત્ર મેળવવું પોલીસ સ્ટેશન માંથી ચાલચાલગતનું પ્રમાણપત્ર મેળવવું આવકના દાખલા થી માડીને મિલકત સંબંધી નોકરી કરવાથી માડીને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ મેળવવા ઉમેદવની દોડધામ વધી જવા પામી હતી. છેલ્લી ઘડી સુધી ડોક્યુમેન્ટ હજુના કરી શકતા ઘણા આજે ફોર્મ પણ ભરી શક્યા નહોતા. ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ ના આપતા આવતી કાલે મેન્ડેટ આપે તેવી શક્યતા હોઈ ઉમેદવારો ટેન્શન માં આવી ગયા હતાં.હવે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આવતીકાલે છેલ્લું ચિત્ર સ્પષ્ટ થશે.




