– જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી પરેશ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા
ભરૂચ,
ભરૂચ જિલ્લા આમ આદમીના 25 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને મહામંત્રીએ તેઓને ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી પરેશ પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના 25 થી વધુ યુવા કાર્યકરોએ ભગવો ધારણ કર્યો હતો.અંકલેશ્વર તાલુકાના આપના ASPS પ્રમુખ હિતેશ વસાવા સહિત અન્ય આગેવાન તેમના દઢાલ અને સારંગપુર ગામના સમર્થક યુવાનો સાથે ભાજપમાં જોડાયા હતા.જેઓને ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, મહામંત્રીએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.




