નેત્રંગના ધોલેખામ ગામની પાણીની ટાંકી પાસે અન્ય વાહનમાં દારૂનો જથ્થો હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડ્યો

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગના ધોલેખામ ગામની પાણીની ટાંકી પાસે એક ટ્રેકટર ટ્રેઈલર માંથી ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો અન્ય વાહનોમાં હેરાફેરી થતા સમયે નેત્રંગ પોલીસે છાપો મારતા ૫.૧૯ લાખના મુદ્દામાલ માલ સાથે બે બુટલેગરોને ઝડપી લીધા હતા જયારે ૨ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા.

નેત્રંગ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચુંટણીના પડધમ વાગવાના શરૂ થતા જ નેત્રંગ નગર સહિત પંથક ભરમાં ઇગલીંશ દારૂનો વેપલો કરતા બુટલેગર દારૂનો સ્ટોક એકત્ર કરવામાં લાગી ગયા છે.તેવા સમયે નેત્રંગ પોલીસ સકિય થતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એસ વણઝારાએ તાલુકા,જિલ્લા પંચાયત ની ચુંટણી અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી પોહીબીશન જુગાર ના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય,જે અનુસંધાને પીએસઆઈ યુ.પી.પારેખ તેમજ સ્ટાફ ના પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતા.તે સમયે ચોકસ બાતમીદાર થી બાતમી મળેલ કે ધોલેખામ ગામનો ગુલાબ શાંતિલાલ વસાવાનાઓ એક ટ્રેક્ટર ટ્રેઈલરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી ધોલેખામથી મુગજ ગામ જવાના રોડ પર આવેલ પાણીની ટાંકી પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ટ્રેલર માંથી અન્ય વાહનોમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવાનો હોય,જે ચોક્કસ બાતમી આધારે તા.૯ ના રોજ મોડી રાત્રિના નેત્રંગ પોલીસ છાપો મારતા ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ તેમજ બીયર ટીન મળી કુલ્લે ૫૨૮ નંગ કિમત રૂપિયા ૮૯,૨૮૦ ટ્રેક્ટર કિમત રૂપિયા ૨,૫૦,૦૦૦ ટ્રેઈલર કિમત રૂપિયા ૧,૦૦,૦૦૦ મોપેડ નંગ એક કિંમત રૂપિયા ૩૦,૦૦૦ મોટરસાયકલ નંગ એક કિંમત રૂપિયા ૪૦,૦૦૦ મો.નંગ બે કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ્લે રૂપિયા ૫,૧૯,૨૮૦ ના મુદામાલ સાથે (૧) રોહીત દિનેશભાઈ વસાવા ઉ.વ.૨૫ (૨) દેવા નવલભાઈ વસાવા ઉ.વ.૨૯ ને ઝડપી લીધા છે.બંન્ને રહે.ધોલેખામ તા.નેત્રંગ જી.ભરૂચ જ્યારે (૧) ગુલાબ શાંતિલાલ વસાવા (રહે.ધોલેખામ તા.નેત્રંગ જી.ભરૂચ) (૨) જોયેલ ઉર્ફે કાળીયો ચતુરભાઈ વસાવા (રહે.ડેબાર તા.નેત્રંગ જી.ભરૂચ) વોન્ટેડ જાહેર કરી તમામની વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!