સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ વહીવટી તંત્ર સજ્જ : તાલુકાકક્ષાએ ઈવીએમની ફાળવણી

SHARE:

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે ત્યારે વહીવટી તંત્ર સજ્જ થયું છે અને તાલુકાકક્ષાએ બીયુ અને સીયુ મળી ઈવીએમ મશીનો સહિત ચૂંટણીલક્ષી સામગ્રી પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવાની કામગીરીમાં લાગી ગયું છે.

ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોન યોજાનાર છે ત્યારે ભરૂચ નું વહીવટી તંત્ર સજ્જ થયું છે. જેને લઈને ભરૂચની જૂની મામલતદાર કચેરી ખાતેથી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ સહિત ચૂંટણીના સાધન સામગ્રીઓ તાલુકા કક્ષાએ રવાના કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લા પંચાયતની 34 બેઠકો અને 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટેના 1134 મતદાન મથકોમાં સીયુ અને બીયુ મળી કુલ 4986 મશીનો તેમજ 2705 રિઝર્વ બેટરી સહિતની સાધન સામગ્રી તેમજ ચારેય નગર પાલિકાની 219 મતદાન મથકો માટે 828 બીયુ અને સીયુ તેમજ 325 રિઝર્વ બેટરી સાથેની સાધન સામગ્રી રવાના કરવામાં આવતા તાલુકા અને પાલિકા લેવલે ફાળવવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં મૂકી સીલ કરવામાં આવશે અને ફાઈનલ ઉમેદવારો થયાં બાદ ઈવીએમમાં નામ નોંધણીની કામગીરી કરવામાં આવનાર છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!