શ્રી પરશુરામ સંગઠન દ્વારા ​પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ : ‘બ્રહ્મરત્નો’નું કરાયું બહુમાન

SHARE:

ભરૂચ,

ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના આગામી જન્મોત્સવના પાવન અવસરને વધાવવા માટે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

​ઉજવણીના પ્રારંભે રવિવાર તારીખ ૧૨ એપ્રિલના રોજ સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતેથી ‘આધ્યા કન્સલ્ટન્સી’ના સહયોગથી ‘ભગવાન શ્રી પરશુરામ રોજગાર યોજના’નો ઉપસ્થિતિતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સેવાઓ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું ઉપસ્થિતિ મહાનુભાવૉના હસ્તે સન્માન કરાયું હતું.સન્માનિત થનાર મહાનુભાવોમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.વિનોદભાઈ ઉપાધ્યાય,ભરૂચ શહેર જિલ્લામાં સંગીત ક્ષેત્રમાં આગવું નામ ધરાવનાર દેવેશભાઈ દવે તથા રક્તદાન ક્ષેત્રે ઉમદા સેવા આપનાર ધર્મેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમમાં શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશભાઈ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે અને અગ્રણીઓ સર્વ ધર્મેશભાઈ તથા જયેશભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.

​સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી ૧૫ એપ્રિલ, બુધવારના રોજ સોનેરી મહેલ સ્થિત ડો.ગંગુબેન હડકર હાઈસ્કૂલના સહયોગથી શાળા સંકુલ ખાતે સવારે ૧૦ કલાકે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.૧૯ એપ્રિલ સુધી ચાલનારા આ જન્મોત્સવ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!