સાંસદ મનસુખ વસાવાએ હવે પછી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો

SHARE:

– મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ જેથી હું હવે આઠમ ચૂંટણી નહીં લડુ

– પાર્ટીએ મને ઘણું આપ્યું છે : 95માં ધારાસભ્ય બન્યો,કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો 

– ઓપન સીટ છતાં 1998 થી સતત લોકસભામાં મને જીતાડ્યો 

– હવે આ મારી છેલ્લી ટર્મ છે આઠમી ટર્મ લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડુ 

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

સાત ટર્મથી સાંસદ રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ હવે પછી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.આજે કમલમ કાર્યાલય ખાતે સાંસદ મનસુખ વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ જેથી હું હવે આઠમ ચૂંટણી નહીં લડુ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ મને ઘણું આપ્યું છે.

95માં ધારાસભ્ય બન્યો,કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો. એટલું જ નહીં પણ ભરૂચ લોકસભાની સીટ 

ઓપન સીટ  હોવા છતાં 1998 થી સતત લોકસભામાં મનેઆદિવાસી નેતા તરીકે જીતાડ્યો  છે.

એટલે મેં નિર્ણય લીધો છે કે કોઈપણ કાર્યકર્તાને મારે તક આપવી જોઈએ.હવે મારાં પછી પાર્ટી કોઈપણ ઉમેદવાર નક્કી કરે તો મને વાંધો નથી.હવે આ મારી છેલ્લી ટર્મ છે આઠમી ટર્મ લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડુ એવી જાહેરાત કરતાં ભરૂચ નર્મદા ના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં.

સાંસદ મનસુખ વસાવા ફાયર બ્રાન્ડ નેતા ગણાય છે. એમણે ભરૂચ નર્મદાના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ખાસ કરીને આખાબોલા નેતા તરીકે ઓળખ છે. તેઓ ભ્રષ્ટાચાર સામે,અધિકારી સામે, સરકાર સામે, પાર્ટીના કાર્યકર્તાઑ સામે સતત અવાજ લડતા આવ્યા છે. પાર્ટીમાં ખોટું કામ થયું હોય તો પાર્ટી સામે અવાજ ઉઠાવતા આવ્યા છે જેને કારણે આમજનતા માં તેઓ લોકપ્રિય રહ્યાં છે તો પાર્ટીમાં તેમણે આગેવાનો કાર્યકરની નારાજગી વહોરી લીધી હોવા છતાં પોતાના નિર્ણય પ્રત્યે મક્કમ રહ્યાં છે એટલે મનસુખભાઈ આખા બોલા અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે લોકોને યાદ રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!