ભરૂચ,
આમોદમાં બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના પ્રણેતા અને ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આમોદ નગરમા આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને સમાજના આગેવાનો મુકેશ જાદવ, બાબુભાઈ મકવાણા, ચિરાગ પરમાર ,નવીન મકવાણા, પ્રવિણ પરમાર, મનહર સોલંકી, ઉમેશ પંડ્યા સહિતના લોકોએ ફુલહાર અર્પણ કરી ‘ડૉ.બાબા સાહેબ આંબેડકર અમર રહો’ ના ગગનભેદી નારા લગાવ્યા હતા.ત્યાર બાદ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી ‘ડૉ.બાબા સાહેબ આંબેડકર અમર રહો,’ ‘જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા’ના સૂત્રોચ્ચાર સાથે ગગનભેદી નારા લગાવ્યા હતા.તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ,જીલ્લા મોરચાના મહામંત્રી કમલેશ મકવાણા આમોદ નગરપાલિકા તેમજ તાલુકા અને જીલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો તેમજ હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સાથે મેહબૂબ કાકુજી, કોંગ્રેસના ઉમેદવારો મણિલાલ પ્રજાપતિ, ભરત પરમાર સહિતનાં આગેવાનોએ ફૂલહાર ચઢાવી બાબા સાહેબને વંદન કરી ડૉ.બાબા સાહેબ આંબેડકર અમર રહોના ગગનભેદી નારા લગાવ્યા હતા.ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતી પ્રસંગે દલિત આગેવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.




