– બે કામદારોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા : સંબંધિત વિભાગ ના અધિકારીઓ એ તપાસ શરુ કરી
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ એક્યૂટાસ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર ની ઘટના બનતા નાશભાગ મચી જવા પામી હતી આ ઘટના માં બે કામદારો ને ગેસ ની અસર થતા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક્યૂટાસ કેમિકલ કંપનીમાં ગેસ રિસાવની ઘટના દોડધામ મચી ગઈ હતી પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં બે કામદારોને ગેસની અસર થતાં તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા જ સંબંધિત તંત્ર કંપની ખાતે દોડી આવ્યું હતું ફેક્ટરી સેફ્ટી માટે જવાબદાર વિભાગ ડીશ તેમજ જીપીસીબી ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હતી.પ્રાથમિક તબક્કે ગેસ રિસાવનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી,પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઘટના ના પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.




