આંબેડકરની જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી : વોર્ડ નં.૮ ની સરસ્વતીની ચાલ ખાતે કોંગ્રેસના ઉમેદવારોનું સ્વાગત

SHARE:

ભરૂચ,

ભારતના બંધારણના શિલ્પી ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે સરસ્વતીની ચાલ ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.આ અવસરે કોંગ્રેસના વૉર્ડ નંબર ૮ ના ઉમેદવારો અને કાર્યકરો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સાથે કેક કાપી તેમના વિચારોથી પ્રેરણા લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમ ભરૂચમાં સરસ્વરીની ચાલ તેમજ વૉર્ડ નંબર ૮ માં બીજા વિસ્તારો ખાતે યોજાયો હતો.જેમાં પુષ્પાંજલિ, ફુલહાર અર્પણ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બેજૂ નાગર, વાલજી રાઠોડ ,વિશાલ સિંગલ ,જીતુ રાઠોડ ,હકુબેન જીત્યા સાથે કાઠિયાવાડી સમાજના પૂર્વ મહામંત્રી અને કાઠિયાવાડી સમાજના પૂર્વ પ્રમુખ વાલજી રાઠોડ એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.સાથે કોંગ્રેસ પાર્ટીના ચાર ઉમેદવારોને બોલાવી દલિત સમાજ આગામી ચૂંટણીમાં એમની સાથે છે એવી ખાત્રી આપી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!