ભરૂચ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૫ માંથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચાતા ભાજપ – કોંગ્રેસ આમને સામને

SHARE:

– રાજવીર વસાવાને રાત્રે ઉઠાવી જઈ ફોર્મ પરતo ખેંચાવ્યાનો સલીમ અમદાવાદીનો આક્ષેપ 

– રાજવીર વસાવાનું ફોર્મ ખેંચાતા દેવેન્દ્ર વસાવા બિનહરીફ : સત્તાવાર જાહેર બાકી 

ભરૂચ,

ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ વચ્ચે આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ મહત્ત્વનો સાબિત થયો છે. સવારે નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા રાજકીય સમીકરણોમાં અચાનક ફેરફાર આવ્યો હતો.રાજવીર વસાવાના આ નિર્ણયને પગલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ જાહેર થયા છે.જોકે હજુ સુધુ તંત્ર દ્વારા સત્તાવાર જાહેરત કરવામાં આવી નથી.આ સાથે જ વોર્ડ નં.5માં ભાજપે વિજયનો શંખનાદ કર્યા વગર જ જીત નોંધાવી છે.

આ ઘટનાને લઈ ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,જ્યારે કોંગ્રેસમાં આંતરિક ગોઠવણોને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે. ચૂંટણી પહેલા જ એક બેઠક બિનહરીફ જતાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.

શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઉમેદવાર ને રાત્રી એ ભાજપના લોકો ઉઠાવી ગયા હતા અને જબરજસ્તી થી ફોર્મ ખેંચાવવામાં આવ્યું છે.ભાજપ 30 વર્ષ થી સત્તા છે તેમ છતાં વોટ ચોરી, SIR માં ચોરી અને હવે વોટ ચોરી કરી રહી છે.ભાજપ પોલીસ અને તંત્ર ના સહારે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી રહી છે.

વિશ્લેષકોના મત મુજબ, ઉમેદવારી પરત ખેંચવાના આ નિર્ણય પાછળ સ્થાનિક સ્તરે રાજકીય સમજૂતી કે આંતરિક અસંતોષ કારણભૂત હોઈ શકે છે.હવે બાકીની બેઠકો પર બંને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે કે નહીં તે પર સૌની નજર ટકી રહી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!