સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો : ઉપરવાસ માંથી 45884 ક્યુસેક પાણીની આવક

SHARE:

– મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણીની આવક વધી : હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર 

– ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેન કેનલ માં 16000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

ગુજરાત માટે સારા સમાચાર છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં વધારો નોંધાયો છે.

હાલ મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 45884 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી છે.વરસાદના કોઈ એંધાણ નથી છતાં પણ ભર ઉનાળે બીનબાદલ બીન વરસાદ જેવી સ્થિતિ માં મધ્યપ્રદેશના ઉપરવાસ માંથી પાણીની આવક નર્મદા ડેમમાં થતી હોવાને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. 

મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણી ની આવક વધવા પામી છે.હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર છે.ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેન કેનલ માં 16000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.ભર ઉનાળામાં પણ નર્મદા ડેમમાં 3420 mcm (મિલિયન ઘન મીટર) લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થો છે.જોકે ઉનાળામાં પણ ગુજરાત માટે પૂરતું પાણી આપવામાં ડેમ સક્ષમ હોઈ સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી પુરવાર થયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!