ઝઘડિયા તાલુકાની ધારોલી જિલ્લા પંચાયત તથા ધારોલી તાલુકા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા

SHARE:

– કોંગ્રેસના અંકિતાબેન વસાવા જિલ્લા પંચાયત બેઠક તથા સંધ્યાબેન વસાવા તાલુકા પંચાયત બેઠક પરથી ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા 

(જયશીલ પટેલ, ઝઘડિયા)

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો માહોલ ગરમાયો છે ત્યારે ઠેર ઠેર ઉમેદવારી પત્રો સ્વેચ્છાએ ખેંચવાના તથા કોઈના દબાણ પર ખેંચવાની અસંખ્ય ઘટનાઓ બનવા પામી રહી છે,ત્યારે ઝઘડિયા તાલુકાની બાવીસ તાલુકા પંચાયત માટે ૧૪૩ ઉમેદવારી પત્રો માન્ય રખાયા હતા તથા ઝઘડિયા તાલુકામાં આવેલી ચાર જિલ્લા પંચાયતોની બેઠકો પર કુલ ૨૦ ઉમેદવારી પત્રો માન્ય રખાયા, ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખના રોજ ધારોલી જિલ્લા પંચાયત બેઠક પરથી અંકિતાબેન બાલુભાઈ વસાવા કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવારના ડમી ઉમેદવાર સીમાબેન ઉમેશભાઈ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે.આ ઉપરાંત ધારોલી તાલુકા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસના સંધ્યાબેન બાલુભાઈ વસાવા એ ઉમેદવારી પત્ર પરત ખેંચતા ઝઘડિયા તાલુકાની ધારોલી જિલ્લા પંચાયત તથા ઝઘડિયા તાલુકા પંચાયતની ધારોલી બેઠક પરથી કોંગ્રેસ ના બંને ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચતા ધારોલી જિલ્લા પંચાયત તથા ધારોલી તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર રહ્યો ન હતો.ઉમેદવારી પરત ખેંચવાના દિન બાદ ઝઘડિયા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે કુલ ૭૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જ્યારે ઝઘડિયા તાલુકામાં આવેલ જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે ૧૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા જે વિસ્તારોમાં જે તે જ્ઞાતિઓની વસ્તી નથી તેવા વિસ્તારોમાં બિન અનામત અથવા આદિજાતિ જેવી બેઠકો ફાળવવામાં આવી છે જેના પગલે દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા મોટાભાગની બેઠકો પર આયાતી ઉમેદવારો લાવીને ચૂંટણી લડાવવી પડી રહી છે, ત્યારે લોકોમાં ચર્ચા જાગી છે કે જે તે બેઠક પર જે જ્ઞાતિની વસ્તી વધારે હોય તેવા જ પ્રકારની બેઠકો ની ફાળવણી કરવી જોઈએ! જે વિસ્તારમાં ચૂંટાઈને આવેલો ઉમેદવાર આયાતી હોય અને સ્થાનિક રહેવાસી જ ન હોય તે ઉમેદવાર કેવી રીતે ત્યાંની પ્રજાના સંકલનમાં રહી શકે અને વિકાસના કાર્ય કરી શકે તેવો ગણ ગણાત સાંભળવા મળ્યો છે. 

– ધારોલીની બંને બેઠક પરથી બે સગી બહેનોએ કોંગ્રેસ માંથી ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા 

ઝઘડિયા તાલુકા પંચાયતની ધારોલી બેઠક પરથી સંધ્યાબેન બાલુભાઈ વસાવા ઉમેદવારી પત્ર ભર્યું હતું તથા તેમના જ સગી બહેન અંકિતાબેન બાલુભાઈ વસાવા એ ધારોલી જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.ઉમેદવારી પત્ર ખેંચવાના દિને બંને સગી બહેનોએ ધારેલી તાલુકા પંચાયત અને ધારોલી જિલ્લા પંચાયત બેઠક પરથી પોતપોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા ત્યારે ચર્ચાનું કેન્દ્ર એ બન્યું હતું કે એવું તો શું દબાણ બંને બહેનો પર આવ્યું કે જેમણે એક સાથે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારોએ પત્ર પરત ખેંચવાની નોબત આવી બંને ઉમેદવારી પત્રો પર જ ખેંચાતા ધારોલી તાલુકા અને જિલ્લાની બંને બેઠકો પર કોંગ્રેસની કોઈ ઉમેદવારી રહેતી નથી 

– સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક પર બે સગી માસીના દીકરાઓ કોંગ્રેસ ભાજપ માંથી સામસામે ટકરાશે

હાલમાં રાજકારણ પરિવારો સુધી પહોંચી ગયું છે અને એક જ પરિવારમાં થી બે અલગ અલગ પક્ષોમાં ઉમેદવારી થતી હોવાનું જોવા મળે છે ત્યારે સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક પર બે સગી માસી માસીના દીકરાઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ભરૂચ જિલ્લા પંચાયતની સુલતાનપુરા બેઠક પરથી કોંગ્રેસ માંથી પ્રફુલસિંહ હરિસિંહ પરમારએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેમની જ સગી માસીના દીકરા એવા ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમારએ ભાજપ માંથી ઉમેદવારી કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે બંને સગી માસી ના દીકરાઓ માંથી કોણ બાજી મારે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!