– રાજપીપળા કમલમ ખાતે સહકારી આગેવાનો તથા પ્રબોધ નાગરિકો સાથે બેઠક કરી કોંગ્રેસે મહિલા બીલ પાસ થવા દીધું નથીએ દુઃખદ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અર્થે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે નર્મદાની મુલાકાતે આવ્યા હતાં.હરસિદ્ધિ માતાના દર્શન કરી રાજપીપળા કમલમ ખાતે પહોંચી સહકારી આગેવાનો તથા પ્રબોધ નાગરિકો સાથે બેઠક કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસે મહિલા બીલ પાસ થવા દીધું નથી વધુમાં તેમને જણાવ્યું કે આપ કે કોંગ્રેસ પડકાર જનક નથી પરંતુ સોશિયલ મીડિયામાં જે થતા અપ પ્રચાર છે તે એક પડકાર જનક કહી શકાય
૧૭ એપ્રિલનો દિવસ નારી શક્તિના માટે ઐતિહાસિક દિવસ બની શક્યો હોત.પરંતુ હવે કાળો ડાઘ બન્યો છે
આ માત્ર બિલ પડ્યું નથી પરંતુ મહિલા વિરોધી કોંગ્રેસીઓનો સીધો પ્રહાર હતો મહિલાઓના માર્ગમાં કોંગ્રેસ વિરોધ બનીને ઉભી છે.શું મહિલા અધિકારને રોકવું એ કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસ અને સાથી પક્ષોએ મળીને બિલને મંજૂર ન થવા દીધું એને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જુઠ્ઠું બોલવું અને ભ્રમ ફેલાવો એ વિપક્ષની આદત છે.કોંગ્રેસને દેશની મહિલા શક્તિ જરૂરથી જવાબ આપશે.ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું.ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, પૂર્વ જિલ્લા પ્રમુખ સહીત આગેવાનોનું તથા સાધુ સંતોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.જ્યાં ભાજપના કાર્યકરો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને ચૂંટણી જીતવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મીડિયાને પ્રદેશ અધ્યક્ષએ જણાવ્યું હતું સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10,000 કરતાં વધુ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસ અને અપક્ષ દ્વારા નારી વંદના વિધેયકનો જે રીતે વિરોધ કરી રહ્યાં છે તે દૂખની બાબત છે.દેશની 140 કરોડ જનતા અને 50% મહિલાઓ કોંગ્રેસ અને વિપક્ષના લોકોને ક્યારેય માફ નહીં કરે.આગામી દિવસોમાં આ દેશની મહિલા મહિલાઓ ચોક્કસ એનો જવાબ આપશે.પ્રિયંકા ગાંધી પોતે પણ એક મહિલા હોવા છતાં આ બિલનો વિરોધ કરે છે તેમને દેશની મહિલાઓ આગામી દિવસોમાં ચોક્કસ જવાબ આપશે. આપ અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં નેગેટિવીટી જેવીરીતે ફેલાવી રહ્યાં છે એ દુઃખની બાબત છે. વિપક્ષના લોકો માત્ર ચૂંટણી પ્રચારમાં આવે છે અને ચૂંટણી પછી જતા રહે છે.આ લોકોમાં આખા દેશમાં નેગેટિવિટી ફેલાવી રહ્યા છઅને પ્રજાને ફરમાવવાનું કામ કરી રહ્યા છે એનાથીચેતજો.છેલ્લા 25 વરસની ભારતીય જનતા પાર્ટીઅને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના કામો કરી રહી છે વિકાસના નામે પ્રજા મત આપશે દેશમાં પાંચ રાજ્યમાં ચૂંટણી છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના વિકાસના નામે પ્રજાભાજપામત આપસે એવો મને વિશ્વાસ છે એમ જણાવ્યું હતું.




