ભારતીય જનતા પાર્ટીએ 35 વર્ષથી ચાની ટપરી ચલાવતી મહિલાને ટિકિટ આપી 

SHARE:

– રાજપીપલા નગરપાલિકા વોર્ડ 7 ની ભાજપાની મહિલા  ગીતાબેન નગરના પ્રશ્નો ઉકેલવા કટીબધ્ધ છે : યુવા મોરચા પ્રદેશ મંત્રીની સ્થાનિકોસાથે ચાય પે ચર્ચા 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના રાજપીપલામાં નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે.આ વખતે ચૂંટણી પ્રચારમાં મોટા નેતાઓ કે કરોડોની સંપત્તિ ધરાવતા ઉમેદવારો કરતા પણ વધુ ચર્ચા એવા લોકોની થઈ રહી છે જેઓ પાયાના સ્તરે સામાન્ય જનતા સાથે જોડાયેલા છે.રાજપીપલા નગરપાલિકાના વોર્ડ નંબર-7 માંથી 35 વર્ષથી ચાની લારી ચલવતાં ગીતાબેન પાટણવાડીયાને ભાજપે ટિકિટ આપી છે.આ મહિલા ઉમેદવાર વ્યવસાયે ચાની ટપરી ચલાવે છે.ગીતાબેન છેલ્લા 35 વર્ષથી રાજપીપળાના કોલેજ રોડ પર ચાની નાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમનું જણાવવું છે કે એક સમયે ચા વેચતા મોદી સાહેબ જો દેશના વડાપ્રધાન બનીને દેશની સેવા કરી શકતા હોય તો હું ચાની ટપરી ચલાવી સ્વમાન ભેર જીવતી એક સામાન્ય મહિલા કોર્પોરેટર કેમના બની શકુ? જો હું  ચૂંટણી જીતીશ તો મારાં વોર્ડના પ્રશ્નો હલ કરવાની અને રાજપીપલા નગરને રસ્તા, વીજળી પાણી જેવા પ્રશ્ન હલ કરી હું નગરની સેવા કરીશ.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા ભાજપાના મંત્રી બિનલબેન રાઠવાએ ઉમેદવારની સાથે ચાય પે ચર્ચા કરી ભાજપા સરકારની વિવિધ યોજનાઓ અને મળતા તેના લાભો વિશે પણ ચર્ચા કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!