મારી દીકરીને નિયમો મુજબ ટીકીટ ન મળી, તેમ છતાં મારી દીકરી અને હું પ્રચાર કરીએ છીએ : મનસુખ વસાવા

SHARE:

– ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં સાંસદ મનસુખ વસાવાનો હુંકાર : સાંસદ મનસુખ વસાવાનાચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપાની વિકાસ સંકલ્પ સભામાં ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ હુંકાર કર્યો હતો.સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ડેડીયાપાડા વિસ્તારમાં રોડ, રસ્તા, બ્રિજના વિકાસના કામો ભાજપા સરકારે મનસુખ વસાવાના વખતમાં કર્યા છે.

જોકે પોતાની દીકરીને ટીકીટ ન મળી તે અંગે જાહેર ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાએ ટીકીટ ન મળવાને કારણે નારાજ લોકોને કહ્યું, મારી દીકરી સક્ષમ હતી, તેમ છતાં નિયમો મુજબ ટીકીટ ન મળી, તેમ છતાં મારી દીકરી અને હું પ્રચાર કરીએ છીએ . છેલ્લા કેટલાક દિવસથી સાંસદ નારાજ હોવાની વાતોનું  ખંડન કર્યુ હતું.

ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં સાંસદ મનસુખ વસાવાએ ટીકીટ ન મળવાને કારણે નારાજ કાર્યકરોને પક્ષનું કામ કરવા અપીલ કરી હતી. અને પોતાનો દાખલો આપ્યો કહ્યું, મારી દીકરી ચૂંટણી લડવા માટે સક્ષમ હતી,પાર્ટીની પોલિસીને કારણે ટીકીટ મળી નથી.આજે મારી દીકરી જેને ટીકીટ મળી તેમના માટે પ્રચાર કરે છે.કોઈએ નારાજ થવાની જરૂર નથી,વ્યક્તિ નહીં પરંતુ ભાજપ પક્ષને ઓળખીને કામ કરવા કરી અપીલ. કેટલાક લોકો વાતો કરતા હતા કે, દીકરીને ટીકીટ ન મળી એટલે મનસુખ વસાવા નારાજ હતા એટલે પ્રચારમાં દેખાતા નથી,પરંતુ પાર્લામેન્ટ ચાલતી હોવાના કારણે હું દિલ્હી હતો અને ગઈકાલ સવારે આવ્યો અને નેત્રંગ અને વાલીયામાં પ્રચાર કરતો હતો.

ઉલ્લેખનીય છે કે,સાંસદની દીકરી પ્રીતિ વસાવાએ વડીયા તાલુકા પંચાયત બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી, હોદ્દેદારોના પરિવારજનોને ટીકીટ નહીં આપવાની પોલિસીને કારણે ભાજપે ટીકીટ ફાળવી ન હતી.સાંસદ મનસુખ વસાવાએ પોતાની સામેની અફવાઓને ફગાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!