નબીપુરમાં ઈદે મિલાદની ઉજવણી માટે થનગનાટ : લોકોમાં ભારે ઉત્સાહ

SHARE:

(સલીમ કડુજી,નબીપુર)

ઈસ્લામ ધર્મના પયગમ્બર મહંમદ સાહેબનો જન્મ દિવસને ઈસ્લામના અનુયાયીઓ ઈદે મિલાદના નામે શ્રધ્ધા પૂર્વક ઉજવે છે.આગામી ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ ને બુધવારના દિવસે આ તહેવાર ઉજવવામાં આવશે.જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં આવનાર તહેવાર ને ઉજવવા માટેની તમામ તૈયારીઓ પુરજોશ મા છે. ગામના દરેક ધાર્મિક સ્થળો, ગામના મુખ્ય માર્ગો, ગલીઓ અને ઘરો રંગ બેરંગી લાઇટની રોશનીઓથી રંગાઈ ગયું છે. ગામમાં જ્યા જુઓ ત્યાં રંગ બેરંગી રોશની નજર આવશે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે બુધવારના દિવસે સવારમાં ગામમાં ભવ્ય ઝુલુસ નું આયોજન કરાયું છે અને ત્યારબાદ સમસ્ત ગામ તરફથી ગામની ભાગોળે નિયાઝનું આયોજન કરાયું છે.આ નિયાઝનો કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર દરેકને તેનો લહાવો મળશે.આ દિવસને શ્રદ્ધાળુઓ ઈદે મિલાદના નામે ઉજવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!