ભરૂચ,
ઝઘડિયા તાલુકાના અંતરિયાર વિસ્તારની એક નાનકડી શાળા કે જ્યાં 100% આદિવાસી બાળકો ધરાવતી શાળા છે.આ શાળાના ગણિત/વિજ્ઞાન શિક્ષક તરીકે નિરવ પટેલની નિમણુંક તા.05/09/2011 ના રોજ થઈ હતી.તેઓએ શાળાના સ્ટાફ સાથે મળીને બાળકોને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા પ્રેરણા આપી અને સરકારી-પ્રાઈવેટ અને ઈંગલીશ મિડિયમ શાળાઓના બાળકો સામે પ્રતિસ્પર્ધા કરીને આ શાળા છેલ્લા 15 વર્ષમાં 8 વાર સ્ટેટ લેવલ અને 2 વાર નેશનલ લેવલ દિલ્હી સાયન્સફેર સુધી પહોચી છે.તેઓને રમત ગમત અને 21 કી.મી મેરાથોન રનીંગનો પણ શોખ હોય બાળકોને ખો-ખો અને કબડ્ડી માટે તૈયાર કર્યા હતા.આ રમતમાં પણ શાળાના બાળકો બે વાર ઝોન લેવેલ અને એક વાર સ્ટેટ લેવલ સુધી પહોચ્યા છે.ભરૂચ જીલ્લા માટે આ કોઈ નાનીસૂની સિધ્ધી નથી.તેઓએ જી.સી.આર.ટી ગાંધીનગર અને ડાયેટ ભરૂચ દ્વારા આયોજીત રાજ્યકક્ષાની તાલીમો, મોડયુલ લેખન નિર્માણ, ક્રિયાત્મક સંશોધન, પ્રશ્નપત્ર બ્લ્યુપ્રિટ તથા પ્રશ્નપત્ર નિર્માણમા પણ અવાર-નવાર ભાગ લીધો છે.ચાલુ વર્ષે તેઓની આ કામગીરીઓ બદલ ભરૂચ જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામા આવી હતી. ભારત દેશના રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્નનના જન્મદિનને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.આથી શિક્ષકદિન 05/09/2026 અને શનિવારના રોજ તેઓને નોકરીમા પણ 15 વર્ષ આજના દિવસે પુર્ણ થયા હોય તેઓને ભરૂચ જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનુ સન્માન ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ,જીલ્લા પ્રાથમિક અધિકારીની ઉપસ્થિતિમા જીલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના હસ્તે તેઓને એનાયત કરવામા આવ્યો હતો.
આ પ્રસંગે નિરવ પટેલ દ્વારા પોતાની શૈક્ષણિક કારકિર્દી બાબતે અન્ય શિક્ષકોને પ્રેરણા મળી એ માટે પોતાનો અભિપ્રાય પણ રજુ કર્યો હતો.તેઓએ આ પુરસ્કાર શાળાના સ્ટાફ-આચાર્ય, મદદરૂપ થનાર શિક્ષકમિત્રો, સી.આર.સી, બી.આર.સી રાજીવભાઈ, તાલુકા-જીલ્લા સંઘ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન અને શાળાના વિધાર્થીઓને અર્પણ કર્યો હતો.આ તબક્કે શાળા પરિવાર અને ગ્રામજનોમા અત્યંત ખુશીની લહેર છવાય ગય છે.તેઓની આ સિધ્ધી ઝઘડિયા તાલુકાને ગૌરવ વધારી અને તેઓ પોતાની શૈક્ષણીક કામગીરીમાં વધુને વધુ આગળ વધી એવી શુભેચ્છાઓ શાળા પરિવાર અને આચાર્ય કિરિટ વસાવાએ આપેલ છે.



