ગ્રામ સેવકોની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવવા ફરજ પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

SHARE:

– આગામી દિવસોમાં વિવિઘ ૬ જેટલા વિરોધના કાર્યક્રમો યોજાશે

– ગાંધી જયંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતની હડતાળની ચેતવણી

ભરૂચ,

ગ્રામ સેવકોની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવવા તેમજ અન્ય કેડરના જોબચાર્ટ મુજબની વધારાની કામગીરી ગ્રામસેવકોને સોંપવામાં આવતી હોવાના વિરોધમાં ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહવાને પગલે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના ગ્રામસેવકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.સરકારને આપવામાં આવેલા અલ્ટીમેટમની મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગ્રામસેવકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લા ગ્રામસેવક મંડળના પ્રમુખ કેતન જાદવે જણાવ્યું હતું કે ગ્રામસેવકો ખેડૂતો અને સરકાર વચ્ચે સેતુરૂપ બની છેવાડાના ગામડાઓ સુધી કૃષિલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાની કામગીરી કરે છે.તેમ છતાં ગ્રામસેવકો પર અન્ય કેડરના બિનજરૂરી અને વધારાના કામોનું દબાણ લાદવામાં આવી રહ્યું છે.આ અંગે રાજ્યકક્ષાએ સરકારને લેખિત રજૂઆત કરી પ્રશ્નોના ઉકેલ માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ વહીવટી તંત્ર અથવા સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક નિર્ણય ન લેવાતા ગ્રામસેવકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.ગ્રામ સેવક મંડળ દ્વારા તબક્કાવાર આંદોલનનો કાર્યક્રમ

 

મહામંડળ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગ્રામસેવકો દ્વારા આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ નોંધાવવામાં આવનાર છે.જેમાં તેઓએ આજ રોજ 7 સપ્ટેમ્બરના કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરી હતી.જ્યારે 10 સપ્ટેમ્બરે જિલ્લાકક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે,14 સપ્ટેમ્બરના તમામ સત્તાવાર અને સરકારી વોટ્સએપ ગ્રૂપ માંથી લેફ્ટ થવું,21 સપ્ટેમ્બરના તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર 25 સપ્ટેમ્બર પેન ડાઉન,એટલે કે તમામ લેખિત કામગીરી બંધ,1 ઓક્ટોબરના તમામ કર્મચારીઓ દ્વારા સામૂહિક માસ સીએલ ઉપર ઉતરી જશે અને 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતની હડતાળ ગ્રામસેવક મંડળના આગેવાનોએ ચેતવણી આપી છે કે આંદોલનના પગલે જો કૃષિ તથા ગ્રામ્ય ક્ષેત્રની ખેડૂતલક્ષી અથવા વહીવટી કામગીરી ખોરવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત વહીવટી તંત્રની રહેશે.પડતર પ્રશ્નોનો વહેલી તકે ન્યાયિક ઉકેલ લાવી આંદોલન સમેટાય તે માટે સરકાર મધ્યસ્થી કરે તેવી માંગણી કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!