(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજ રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત બાળગીત અને બાળ કાવ્યો અંગેનો એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ અને બાળ કાવ્ય લેખન શિબિર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજ હરસિધ્ધિ માતા મંદિર સામે રાજપીપલા ખાતે યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં ઉદઘાટક મુખ્ય મહેમાન તરીકે અંજના વસાવા,પ્રમુખ જિલ્લા પંચાયત નર્મદા મંજુલા ચૌધરી,પ્રચાર્યા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,બી.એડ કોલેજ રાજપીપલા તથા આયોજક જ્યોતિ જગતાપ,પ્રમુખ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા તથા દીપક જગતાપ,મંત્રી અને ટ્રસ્ટી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા પ્રા.દિનેશ પ્રજાપતિ તથા બાળ સાહિત્યકાર કવિ ખોડાભાઈ પટેલ અને મંગળ રાવળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે સંસ્થાનો પરિચય આપી બાળગીત અંગેનો પરિસંવાદ અને લેખન શિબિર નર્મદામાં પહેલીવાર યોજાતી હોઈ બીએડ કૉલેજના વિદ્યાર્થીઓ જયારે શિક્ષક બની વર્ગખંડમાં જશે ત્યારે પાઠ્ય પુસ્તકમાં ભણાવતા બાળગીતો અને બાળ કાવ્યો સરસ રીતે ગાઈને સમજાવી શકશે અને બાળ સાહિત્યકાર તૈયારથાય એ આ શિબિરનો હેતુ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે બાળ સાહિત્યકાર કવિ ખોડાભાઈ પટેલે ગુજરાતી બાળ સાહિત્યમાં બાળગીત નું સ્વરૂપ,પરિભાષા અને વિકાસઉપર બાળ ગીતો અભિનય કળા અને બાળ ગીતોના ગાન સાથે સુંદર રજુઆત કરી તાલીમી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું જયારે બાળ સાહિત્યકાર અને કવિ મંગલ રાવળ દ્વારા બાળ ગીતમાં ભાષા,કલ્પના શક્તિ, બાળગીતના ગાન,વાચન અને રજૂઆતની શૈલી ઉપર વ્યાખ્યાન આપ્યું હતું અને બાળગીત, બાળ કાવ્યો લેખન અંગેની શિબિરમાં સમજ આપ્યા બાદ વિદ્યાર્થીઓને બાળ કાવ્યો ગીત લખવા સમય આપી શિબિર માં બાળ કાવ્યો લખવાની પ્રવૃત્તિ કરાવી માર્ગદર્શન અપાયું હતું.



