– આડા સંબંધની આશંકાને લઈ દંપતી વચ્ચે ઝઘડો થયાની પ્રાથમિક માહિતી
– GIDC પોલીસે પતિ ટેકબહાદુર ભીમ બહાદુર ચંદને હિરાસતમાં લીધો
– મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથધરી ભરૂચ,
અંકલેશ્વર જીઆઈડીસીમાં કાન્હા રેસીડેન્સીમાં સિક્યુરિટી પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી કાર્યવાહી હાથધરી હતી.આડા સબંધના વહેમમાં હત્યા કરાય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગોલ્ડન પોઈન્ટ ચોકડી પાસે આવેલી કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.કાન્હા રેસિડેન્સીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા ટેકબહાદુર ભીમ બહાદુર ચંદે પોતાની પત્ની લક્ષ્મીચંદની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.આડા સંબંધોની આશંકાને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.ઘટનાની જાણ થતાં GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથધરી હતી.આ મામલે પોલીસે આરોપી પતિ ટેકબહાદુર ભીમ બહાદુર ચંદની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.અંકલેશ્વર GIDCમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.હાલ પોલીસ સમગ્ર મામલે અને હત્યામાં વપરાયેલ બોથડ પદાર્થ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે.



